ITI કુબેર નગર ખાતે છઠ્ઠા રાઉન્ડ માટે પ્રવેશ પ્રક્રિયા ચાલુ
આઈ.ટી.આઈ. કુબેરનગર અમદાવાદ ખાતે ચાલતા વ્યવસાયલક્ષી અભ્યાસક્રમોમાં ખાલી રહેલી બેઠકોના છઠ્ઠા રાઉન્ડ માટે પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે. ધો.૭ અને ધો.૮ પાસની લાયકાત જરુરી હોય તેવા અભ્યાસક્રમો કાર્યરત છે. પ્રવેશ ઇચ્છુક ઉમેદવારોએ જરૂરી પ્રમાણપત્ર સાથે તારીખ ૧૪/૧૦/૨૦૧૯ સુધીમાં સંસ્થાનો સંપર્ક કરવા આચાર્ય ઔદ્યોગિક તાલીમ સંસ્થા કુબેર નગરની અખબારી યાદીમાં જણાવાયું છે.