ITI ધોળકા માટે પ્રવાસી સુપરવાઇઝર ઇન્ટ્રકટરની માનદ સેવાઓ આમંત્રિત કરાઇ
તાલીમ સંસ્થા, ધોળકા ખાતે ચાલતા વિવિધ વ્યવસાયો જેવા કે મેર્સ ડ્રોઇંગ, ઇલેક્ટ્રીકલ ગૃપ તેમજ મિકેનીકલ ગૃપમાં ચાલતા NCVT/ GCVT વ્યવસાય તેમજ NSGFના શોર્ટ – ટર્મ કોર્ષમાં હાલ તથા ભવિષ્યમાં પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટરની જરૂરિયાત હોઇ રસ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.
આવા ઉમેદવારોને કલાકના રૂ. ૯૦ /- લેખે દૈનિક મહત્તમ છ કલાકના રૂ. ૫૪૦ /- લેખે માસિક રૂ. ૧૪, ૦૪૦ /- થી વધુ નહીં તે રીતે માનદ્દ વેતન ચુકવવામાં આવશે આવા ઉમેદવારોને તદ્દન હંગામી ધોરણે નિયમિત જગ્યાઓ ન ભરાય ત્યાં સુધી માત્ર વચગાળાની વ્યવસ્થાના ભાગરૂપે હોઇ સેવા વિષયક કોઇ હક દાવો રહેશે નહીં તે મતલબનું નિયત કરેલ બાંહેધરીનું એફિડેવિટ રજૂ કરવાનું રહેશે, લાયકાતના ધોરણો NCVT / GCVT દ્વારા નિયત થયેલ જે તે ટ્રેડના સિલેબસ મુજબ તથા ખાતાના પ્રવર્તમાન ભરતી નિયમો મુજબ રહેશે. સંપૂર્ણ પ્રકીયા મેરીટ આધારીત રહેશે.
આથી લાયકાત ધરાવતા ઉમેદવારો એ નીચે દર્શાવેલ સરનામે રજી. એ. ડી. દ્વારા/ રૂબરૂમાં તા. ૨૪/ ૦૧/ ૨૦૨૦ (સાંજે ૫: ૦૦ કલાક) સુધીમાં અરજી જરૂરી સ્વ પ્રમાણિત આધારભૂત પુરાવા સહિત કરવાની રહેશે. આ અંગેની વધુ માહિતી કચેરી સમય દરમ્યાન સંસ્થા ખાતેથી મળી રહેશે. ઉમેદવારે અરજીમાં પોતાનો મોબાઇલ નંબર દર્શાવવાનો રહેશે. જેથી રૂબરૂ મુલાકાત માટે સંપર્ક કરી શકાય. તેમ આચાર્યશ્રીની કચેરી, ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ધોળકા. ખેડા- બગોદરા હાઇવે, કૃષ્ણવાટિકા સોસા. પાસે, મુજપુરરોડ, ધોળકા. જી. અમદાવાદ – ૩૮૨૨૨૫ ની અખબારી યાદીમાં જણાવાયું છે.