Western Times News

Gujarati News

ITI સરખેજ ખાતે ‘કૌશલ્ય દીક્ષાંત સમારોહ’ (Convocation Day) યોજાયો

આચાર્ય શ્રી ઓદ્યોગિક તાલીમ સંસ્થા, સરખેજની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર આઈ.ટી.આઈ સરખેજ ખાતે તા. ૧૭/૦૯/૨૦૨ના રોજ જુલાઈ-૨૦૨૨ માં ઉર્તીણ થયેલ તાલીમાર્થીઓ માટે ‘દીક્ષાંત સમારોહ’ (Convocation Day)નું આયોજન કરવામાં આવ્યું.

જેમાં શ્રી જયેશ ત્રિવેદી, શ્રી સુરેન્દ્ર ખાચર, શ્રીમતી અલકાબેન શાહ, શ્રીમતી જયાબેન દેસાઈ તેમજ આઈ.ટી.આઈ. સરખેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી ‘ઘનશ્યામ પટેલ’ કે જેઓ હાલમાં આઈરીશ ઓટોમેશનમાં HOD-Salesમાં ફરજ બજાવે છે તેઓએ હાજરી આપેલ હતી.

આ સમારોહમાં પ્રથમ ત્રણ સ્થાન પ્રાપ્ત કરનાર તાલીમાર્થીઓને સર્ટિફિકેટ તેમજ શિલ્ડ એનાયત કરી મહાનુભાવો દ્વારા તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા તેમજ ઉજ્જવલ કારકિર્દી માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.