Western Times News

Gujarati News

દ્વીતીય ગુજરાત ઈન્ટરનેશનલ ઓપન ગ્રાન્ડમાસ્ટર્સ ચેસ ટુર્નામેન્ટ-૨૦૧૯ યોજાઈ

કેટેગરી – એ અને કેટેગરી – સી કર્ણાવતી કલબ, અમદાવાદ તા.૨૨ થી ૨૯ સપ્ટેમ્બર, ૨૦૧૯

અમદાવાદ, દ્વીતીય ગુજરાત ઈન્ટરનેશનલ ઓપન ગ્રાન્ડમાસ્ટર્સ ચેસ ટુર્નામેન્ટનું આયોજન ગુજરાત સ્ટેટ ચેસ એસોસીએશન Gujarat State Chess Association દ્વારા તા.૨૨ થી ૨૯ સપ્ટેમ્બર, ૨૦૧૯ દરમ્યાન કર્ણાવતી કલબ (ગોલ્ડન ગ્લોરી હોલ), (Karnavati club, Golden glory hall, S. G. highway, Ahmedabad) એસ. જી. હાઈવે, અમદાવાદ ખાતે વર્લ્ડ ચેસ ફેડરેશન તેમજ ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશનના નેજા હેઠળ કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં ૫૦ જેટલા જીએમ/આઈએમ/ડબલ્યુજીએમ/ડબલ્યુઆઈએમ GM/IM/WGM / WIAM ખેલાડીઓએ દુનિયાના ૧૫ જેટલા દેશોમાંથી (Participants from 15 countries) ભાગ લેવા આવ્યા હતા.

ટોપ સીડેડ ખેલાડી રોઝમ ઈવાન (રશિયા) (રેટીંગ ૨૫૯૬) આ કેટેગરીની ટુર્નામેન્ટમાં મુખ્ય આકર્ષણ રહ્યા હતા. કુલ ૨૦૬ જેટલા ખેલાડીઓએ આ કેટેગરીમાં ભાગ લીધેલ હતો. આ ટુર્નામેન્ટમાં કુલ ૧૦ રાઉન્ડ સ્વીસ પધ્ધતિથી રમાયા હતા. ગુજરાતના ખ્યાતનામ ખેલાડીઓ મંથન ચોકસી, હેમલ થાનકી, જાય ચૌહાણ, માનુષ શાહ વિગેરે ખેલાડીઓએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધેલ હતો. કુલ ૧૩ લાખના ઈનામો તેમજ ટ્રોફી એ કેટેગરીમાં વિજેતા ખેલાડીઓ વચ્ચે વહેંચવામાં આવ્યા હતા. ખૂબ જ રસાકસીના અંતે આ કેટેગરીમાં આખરી પરિણામો નીચે મુજબ રહ્યા હતા.

૧) રોઝમ ઈવાન Rosam Ivam Russia(રશિયા) – ૮.પ પોઈન્ટ ૨) વાસ્કવેઝ રોડ્રીગો (ચિલી) – ૮ પોઈન્ટ
૩) નિલાષ શાહા Nilesh Saha India (ભારત) – ૮ પોઈન્ટ ૪) સંદીપન ચંદા (ભારત) – ૮ પોઈન્ટ
૫) સપ્તર્ષિ રોય Saptarshi Roy India (ભારત) – ૭.૫ પોઈન્ટ ૬) લુગોસ્કોય મેક્સીમ (રશિયા) – ૭.૫ પોઈન્ટ

જ્યારે સી કેટેગરીમાં કુલ ૩૭૫ જેટલા ખેલાડીઓએ ભાગ લીધેલ હતો. કુલ ૬ લાખના ઈનામો સી કેટેગરીમાં વિજેતા ખેલાડીઓ વચ્ચે વહેંચવામાં આવ્યા હતા. આ કેટેગરીમાં ગુજરાતના ખેલાડીઓનો દબદબો રહ્યો હતો. આખરી પરિણામો નીચે મુજબ રહ્યા હતા.

૧) રુદ્ર પાઠક (ગુજરાત)-૯.પ પોઈન્ટ ૨) અક્ષિત કાચા (ગુજરાત)-૮.પ પોઈન્ટ
૩) સુરેશ ગર્ગ (દિલ્હી)-૮.પ પોઈન્ટ ૪) વ્રશાંક ચોહણ (રાજસ્થાન)-૮.પ પોઈન્ટ
૫) અજય સંતોષ (ઉત્તર પ્રદેશ)-૮.પ પોઈન્ટ ૬) શેખ સોહિલ (ગુજરાત)-૮ પોઈન્ટ

ચેસની રમતમાં નોર્મ મેળવવા ઈચ્છતા ખેલાડીઓ માટે તેમજ પોતાના રેટીંગમાં ઘર આંગણે વધારો કરવા માટે આ ટુર્નામેન્ટ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ હતી.

વિજેતા તમામ ખેલાડીઓને ગુજરાત સ્ટેટ ચેસ એસોસીએશનના પ્રેસીડન્ટ શ્રી રાકેશભાઈ શાહના (President Rakesh Shah) વરદ હસ્તે રોકડ પુરસ્કાર તેમજ ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. અન્ય મહાનુભાવોમાં શ્રી ભાવેશ પટેલ (CEO Bhavesh Patel) , ગુજરાત સ્ટેટ ચેસ એસોસીએશન), શ્રી રાજેશ ચાવડા (Rajesh Chavda) (સેક્રેટરી, ગુજરાત સ્ટેટ ચેસ એસોસીએશન), શ્રી જયેશભાઈ મોદી (પ્રેસીડન્ટ, કર્ણાવતી કલબ Jayesh Modi President Karnavati Club), શ્રી મયૂર પટેલ (Mayur Patel VC Gujarat chess Association) વાઈસ પ્રેસીડન્ટ, ગુજરાત સ્ટેટ ચેસ એસોસીએશન), શ્રી શેખર ચંદ્ર સાહુ (વાઈસ પ્રેસીડન્ટ, ઓઈ ઈન્ડિયા ચેસ ફેડરેશન), શ્રી સમીર શાહ (Samir Shah) ટ્રેઝરર, ગુજરાત સ્ટેટ ચેસ એસોસીએશન), શ્રી વિરલ પટેલ (Viral Patel Director, Karnavati Club), શ્રી તેજસ બાકરે Tejas Bakar (પ્રથમ જીએમ, ગુજરાત) તેમજ ચીફ આર્બીટર શ્રી નંદકુમાર પણ હાજર રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.