આઈવીએફ ક્લિનિકની ભૂલઃ ઓસી.માં મહિલાને બીજાનું બાળક જન્મ્યું

લંવેલિંગ્ટન, ઓસ્ટ્રેલિયામાં ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન ક્લિનિકની ભૂલને કારણે એક મહિલાને બીજા કોઇનું બાળક અવતર્યું હતું. આ મહિલાના ગર્ભાશયમાં બીજા દર્દીનો ભ્રૂણ ટ્રાન્સફર કરાયો હતો.
આ ચોંકાવનારી ઘટના બ્રિસ્બેન શહેરના મોનાશ આઈવીએફ ક્લિકનમાં બની હતી. ક્લિનિકે શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સ્ટાફને જાણવા મળ્યું હતું કે બીજા દર્દીના ભ્રૂણને ભૂલથી આ મહિલાને ટ્રાન્સફર કરાયો હતો. બાળકનો જન્મ ૨૦૨૪માં થયો હતો.
ઓસ્ટ્રેલિયાની અગ્રણી આઇવીએફ કંપનીમાં સ્થાન ધરાવતી આ કંપનીના સીઈઓ માઈકલ નેપે જણાવ્યું કે મોનાશ આઈવીએફ ખાતે અમે બધા ખૂબ જ દિલગીર છીએ અને અમે દરેક વ્યક્તિની માફી માંગીએ છીએ.
લેબોરેટરીમાં સુરક્ષાના કડક પ્રોટોકોલ હોવા છતાં માનવીય ભૂલ થઈ હતી. કંપનીએ આ ઘટનાની જાણ ક્વીન્સલેન્ડ રાજ્યના સંબંધિત નિયમનકારને કરી હતી. જોકે ક્લિનિકે બાળકની કસ્ટડી કે કયા દર્દીઓમાં આવી ભૂલ થઈ હતી તે અંગે કોઇ વિગતો આપી ન હતી.
મોનાશ આઈવીએફ ૧૯૭૧માં ખુલ્યું હતું અને ઓસ્ટ્રેલિયાના ડઝનબંધ શહેરોમાં કામગીરી કરે છે. ગયા વર્ષે કંપનીએ ૭૦૦થી વધુ દર્દીઓએ દાખલ કરેલા ક્લાસ એક્શન કાનૂની દાવામાં ૫.૬ કરોડ ઓસ્ટ્રેલિયન ડોલર (૩.૫ કરોડ અમેરિકી ડોલર)માં સમાધાન કર્યું હતું. તે કિસ્સામાં દર્દીઓએ આરોપ લગાવ્યો હતો કે ક્લિનિકે સંભવિત ઉપયોગી ગર્ભનો નાશ કર્યાે હતો, જોકે કંપનીએ કોઈપણ ખોટા કાર્યાેની જવાબદારી સ્વીકારી ન હતી.
અમેરિકા, બ્રિટન, ઇઝરાયેલ અને યુરોપ સહિત ભ્રૂણના મિશ્રણના દુર્લભ કિસ્સાઓ અગાઉ પણ નોંધાયા છે. ફેબ્›આરીમાં અમેરિકાના જ્યોર્જિયા રાજ્યમાં એક મહિલાએ એક અજાણી વ્યક્તિના બાળકને જન્મ આપ્યા બાદ ફર્ટિલિટી ક્લિનિક સામે દાવો દાખલ કર્યાે હતો.
બાળકના જન્મ પછી ક્રિસ્ટીના મુરેને ભૂલનો અહેસાસ થયો હતો કે તે અને તેના શુક્રાણુ દાતા બંને શ્વેત હતાં અને બાળક અશ્વેત જન્મ્યું હતું. મુરેએ કહ્યું કે તે બાળકને ઉછેરવા માંગતી હતી, પરંતુ સ્વેચ્છાએ ૫ મહિનાના બાળકને તેના જૈવિક માતાપિતાને સોંપી દીધું હતું.SS1MS