સરળ નથી હોતી IVFની પ્રક્રિયા:દેબિના બેનર્જી
મહિલાએ કેવી પીડા ભોગવવી પડે છે દેબિનાએ જણાવ્યું
આગળ તેણે કહ્યું હતું કે મને લાગે છે કે આપણે દરેક વાતથી ડરીએ છીએ, લોકોની કોમેન્ટને આપણે ટ્રોલ તરીકે લઈએ છીએ
મુંબઈ,
૨૫ જુલાઈએ વર્લ્ડ આઈવીએફ ડે હતો ત્યારે દેબિના બેનર્જીએ તેના લેટેસ્ટ વ્લોગમાં આ વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા. જણાવી દઈએ કે, બે દીકરી મમ્મી, દેબિનાએ ઘણા બધા નિષ્ફળ પ્રયાસ બાદ પહેલા બાળકને જન્મ આઈવીએફથી જ આપ્યો હતો. તેણે વ્લોગમાં આઈવીએફ માટે જતી મહિલાઓને કેટલી અલગ રીતે જાેવામાં આવે છે તેના વિશે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે ‘હાલમાં મને જાણવા મળ્યું કે, જે મહિલાઓ આઈવીએફ કરાવવાનું પસંદ કરે છે તેમને અલગ રીતે જાેવામાં આવે છે, તેમની સાથે અલગ પ્રકારનું વર્તન કરવામાં આવે છે.IVF process is not easy:Debina Banerjee
તેવા બાળકો માટે પણ લોકોનો દ્રષ્ટિકોણ અલગ હોય છે. લોકો તેમને ટ્રોલ કરે છે. આગળ તેણે કહ્યું હતું કે ‘મને લાગે છે કે આપણે દરેક વાતથી ડરીએ છીએ, લોકોની કોમેન્ટને આપણે ટ્રોલ તરીકે લઈએ છીએ. લોકો શું વિચારશે તેવો ડર મને ક્યારેય લાગ્યો જ નહોતો અને મે મારી આખી જર્ની પણ શેર કરી હતી. મને ક્યારેય લાગ્યું નહોતું કે, આઈવીએફ માટે મને ટ્રોલ કરવામાં આવી રહી હતી. જેઓ ટ્રોલ કરે છે તેમનું કામ જ આ છે, કારણ કે તેમની પાસે બીજું કોઈ કામ નખી. જાે આપણે લોકો શું વિચારશે તેમ વિચારતા રહીશું તો જીવનમાં કંઈ જ નહીં કરી શકીએ. તેથી, પોતાના વિશે વધારે વિચારવાની જરૂર છે.
આ સાથે તેણે ઉમેર્યું હતું કે ‘જ્યારે મેં મારી જર્ની વિશે વાત કરી ત્યારે મને લાગ્યું હતું કે, હું તેવી મહિલાઓને કનેક્ટ કરી શકીશ જેઓ આ પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે. આઈવીએફની જર્ની એકલતાની જર્ની છે. તેમાં દર મહિને ઘણી શારીરિક અને માનસિક પરેશાની ભોગવવી પડે છે, તમારી સાથે કોઈ એવું નથી હોતું જેની સાથે તમે આ બધું શેર કરી શકો. આપણી મહેનત આપણને વ્યાખ્યાયિત કરે છે. આઈવીએફ એ માતૃત્વનની સુંદર અનુભૂતિ તરફ જવાનો આપણો પ્રયાસ છે.
જે લોકો આ જર્નીમાંથી પસાર થઈ રહ્યા છે અને જેઓ રાહ જાેઈ રહ્યા છે કે એક દિવસ તેઓ પણ માતૃત્વ ધારણ કરશે, મારી શુભેચ્છાઓ તેમની સાથે છે. આપણા શરીરમાં ચમત્કાર કરવાની શક્તિ છે અને આપણું શરીર તેને સમર્થન આપે છે. યૂટ્યૂબ પર પોતાની ચેનલ ધરાવતી દેબિના બેનર્જીએ અગાઉ તેની માતૃત્વની જર્ની વિશે વાત કરી હતી. ગુરમીત અને તેના લગ્ન વર્ષ ૨૦૧૧માં થયા હતા. લગ્નના પાંચ વર્ષ બાદથી તેઓ બાળક માટે પ્રયાસ કરી રહ્યા હતા.
આ માટે આઈવીએફ સહિતની પ્રક્રિયામાંથી તે પસાર થઈ હતી. પાંચ વખત તેનું આઈવીએફ ફેઈલ ગયું હતું અને અંતે દીકરી લિયાના વખતે તે સફળ રહ્યું હતું. લિયાના હજી માંડ પાંચ મહિનાની હતી ત્યાં તેણે નેચરલી કન્સીવ કર્યું હતું અને દીકરી દિવિષાનો જન્મ થયો હતો.ss1