Western Times News

Gujarati News

અય્યરે વર્ષ ૨૦૨૨માં ભારત માટે સૌથી વધુ રન બનાવ્યા

મુંબઇ, આ વર્ષે ભારત માટે શ્રેયસ અય્યરે સૌથી વધુ રન બનાવ્યા છે. ટેસ્ટ, વનડે અને ટી-૨૦ એમ ત્રણેય ફોર્મેટમાં તેના બેટથી રનોનો વરસાદ થયો છે.

શ્રેયસ અય્યર વર્ષે ૨૦૨૨માં રનનો બાદશાહ બન્યો છે. આ વર્ષે તેના બેટમાંથી દરેક ફોર્મેમાંથી રન નીકળ્યા છે. જેમાં પછી ટેસ્ટ હોય કે પછી ટી ૨૦ ક્રિકેટ એવું કોઈ ફોર્મેટ રહ્યું નથી. જેમાં તેમણે રનનો વરસાદ ન કર્યો હોય.

ફાસ્ટ બેટસમેને ત્રણેય ફોર્મેટમાં આ વર્ષે ૪૦ ઇનિંગ્સમાં કુલ ૧૬૦૯ રન બનાવ્યા છે અને તે આ વર્ષે ૨૦૨૨માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટસમેન બની ગયો છે.

બાંગ્લાદેશ વિરુદ્ધ બીજી ટેસ્ટ મેચમાં અય્યરે કુલ ૧૧૬ રન બનાવ્યા છે. આ સાથે તેમણે આ વર્ષે ટેસ્ટમાં કુલ ૪૨૨ રન બનાવ્યા છે.
અય્યર બાદ બીજા નંબર પર ૧૪૨૪ રનની સાથે સૂર્યકુમાર યાદવ અને ત્રીજા સ્થાન પર ૧૩૨૯ રનની સાથે વિરાટ કોહલી છે. અય્યરે આ વર્ષે વનડેમાં ૭૨૪ રન અને ટી૨૦ મેચમાં ૪૬૩ રન બનાવ્યા છે.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.