J.M.P. ગોપાલક વિદ્યા સંકુલમાં વિજ્ઞાન અને ગણિત પ્રદર્શન આયોજન કરવામાં આવ્યું
જે.એમ.પી ગોપાલક વિદ્યા સંકુલ માં તા. ૧૦/૦૧/૨૦૨૦ ના રોજ વિજ્ઞાન અને ગણિત પ્રદર્શન આયોજન કરવામાં આવ્યું. જેમાં ધોરણ ૧ થી ૧૦ ના વિદ્યાર્થીઓએ ગણિત અને વિજ્ઞાનના વિવિધ પ્રોજેક્ટો બનાવીને લાવ્યા અને તેના વિશે માહિતગાર કર્યા હતા.
વિદ્યાર્થીઓને વિવિધ પ્રોજેક્ટો અને ગાણિતક રમતો દ્ધારા જ્ઞાન સાથે ગમ્મત પણ પ્રાપ્ત થઈ . અન્ય વિદ્યાર્થીઓએ શિસ્તબધ્ધ પ્રદર્શન નિહાળ્યું. આ પ્રદર્શન યોજવા પાછળનો આશય એ કે બાળકો વિજ્ઞાન અને ગણિત જેવા વિષયમાં રૂચિ કેળવતા થાય.