જવાન ટૂંક સમયમાં જ હવે OTT પર રિલીઝ થશે
મુંબઈ, શાહરૂખ ખાનની ફિલ્મ જવાન સિનેમાઘરોમાં ધૂમ મચાવ્યા બાદ હવે ર્ં્્ પર રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મ બહુ જલ્દી OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે. દર્શકો જવાનની OTT રિલીઝની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. બીજી ખાસ વાત એ છે કે ‘જવાન’ તેના ડિલીટ કરેલા વર્ઝન સાથે OTT પર રિલીઝ થશે.
‘જવાન’ના સમયગાળાને ધ્યાનમાં રાખીને ફિલ્મમાંથી કેટલાક દ્રશ્યો દૂર કરવામાં આવ્યા હતા અને તે પછી જ તેને થિયેટરોમાં રજૂ કરવામાં આવી હતી. જે બાદ હવે મેકર્સ એ ડિલીટ કરેલા સીન સાથે ફિલ્મને ર્ં્્ પર રિલીઝ કરવાની તૈયારી કરી રહ્યા છે. અહેવાલ છે કે ‘જવાન’ના ડાયરેક્ટર એટલી કુમાર ફિલ્મના નવા કટ પર કામ કરી રહ્યા છે.
શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’નું વર્ઝન જે સિનેમાઘરોમાં રિલીઝ થયું છે તે ૨ કલાક અને ૪૫ મિનિટનું છે. ફિલ્મના OTT વર્ઝનનો રન ટાઈમ લગભગ ૩ કલાક ૧૫ મિનિટનો રહેવાની ધારણા છે. આવી સ્થિતિમાં હવે દર્શકો ઓટીટી પર ફિલ્મની રિલીઝની રાહ જાેઈ રહ્યા છે. જાેકે, મેકર્સે હજુ સુધી એ ખુલાસો કર્યો નથી કે ‘જવાન’ ક્યારે અને કયા OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે.
તમને જણાવી દઈએ કે બોલીવૂડ અભિનેતા શાહરુખ ખાનની ફિલ્મ ‘જવાન’ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે.
આ ફિલ્મ ૭ સપ્ટેમ્બરના રોજ રીલિઝ થઈ હતી અને હવે માત્ર ૧૩ દિવસમાં જ ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર ૫૦૦ કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે.
દુનિયાભરની વાત કરીએ તો ‘જવાન’ હવે રૂ. ૯૦૦ કરોડના ક્લબમાં સામેલ થવાની ખૂબ નજીક છે. ફિલ્મે અત્યાર સુધીમાં ૮૮૩.૬૮ કરોડ રૂપિયાની કમાણી કરી છે. શાહરુખ ખાનના ફેન્સ તેમની આ ફિલ્મને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આ ફિલ્મને લઈ ચાહકોમાં અનેરો ઉત્સાહ જાેવા મળ્યો છે. શાહરુખ ખાનની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી રહી છે.SS1MS