જબલપુરમાં નોન ઈન્ટરલોકીંગ કાર્યને કારણે અમદાવાદની કેટલીક ટ્રેનો બદલાયેલા રૂટથી દોડશે
પશ્ચિમ મધ્ય રેલવેના જબલપુર મંડળના કટની-બીના સેક્શન પર નરયાવલી સ્ટેશન પર ત્રીજી લાઈન કનેક્ટિવિટી સંબંધિત નોન ઈન્ટરલોકિંગ કાર્ય ને કારણે, અમદાવાદ મંડળ ની કેટલીક ટ્રેનો ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે. જેની વિગતો નીચે મુજબ છેઃ-
1. 23, 24 અને 25 સપ્ટેમ્બર 2022ની ટ્રેન સંખ્યા 19489 અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ વાયા સંત હિરદારામ નગર-ભોપાલ-ઈટારસી-જબલપુર-કટની થઈને દોડશે.
2. 23, 24 અને 25 સપ્ટેમ્બર 2022ની ટ્રેન સંખ્યા 19490 ગોરખપુર-અમદાવાદ એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ વાયા કટની-જબલપુર-ઈટારસી-ભોપાલ-સંત હિરદારામ નગર થઈને દોડશે.
3. 23 સપ્ટેમ્બર 2022ની ટ્રેન સંખ્યા 15560 અમદાવાદ-દરભંગા અંત્યોદય એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ વાયા સંત હિરદારામ નગર-ભોપાલ-ઈટારસી-જબલપુર-કટની થઈને દોડશે.
4. 24 સપ્ટેમ્બર 2022ની ટ્રેન સંખ્યા 11465 સોમનાથ-જબલપુર એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ વાયા ભોપાલ-ઈટારસી-જબલપુર થઈને દોડશે.
5. 26 સપ્ટેમ્બર 2022ની ટ્રેન સંખ્યા 11466 જબલપુર-સોમનાથ એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ વાયા જબલપુર-ઈટારસી-ભોપાલ થઈને દોડશે.
ટ્રેનના પરિચાલન સમય, સ્ટોપેજ અને સ્ટ્રક્ચર અંગેની વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.