હિંડનબર્ગ રિપોર્ટ બાદ જેક ડોર્સીની સંપત્તી 52.6 કરોડ ડૉલર ઘટી ગઈ
બ્લૂમબર્ગના બિલિયોનેયર્સ ઈન્ડેક્સ અનુસાર ૧૧ ટકાના કડાકા બાદ હવે ડોર્સીની સંપત્તિ ૪.૪ બિલિયન ડોલર રહી
વોશિંગ્ટન, હિડનબર્ગ રિસર્ચનો નવો રિપોર્ટ આવ્યા બાદ વધુ એક કંપની હચમચી ગઈ છે. આ કંપનીનું નામ બ્લોક ઈંક છે અને તેના સંસ્થાપક જેક ડોર્સી છે. હિંડનબર્ગ રિસર્ચનો રિપોર્ટ જાહેર થયા બાદ જેક ડોર્સીને મોટું નુકસાન થયું છે. એક જ દિવસમાં તેમની સંપત્તિ ૫૨.૬ કરોડ ડૉલર સુધી ઘટી ગઈ છે. Jack Dorsey loses $526 million after hindenburg report
બ્લૂમબર્ગના બિલિયોનેયર્સ ઈન્ડેક્સ અનુસાર ૧૧ ટકાના કડાકા બાદ હવે તેમની સંપત્તિ હાલમાં ૪.૪ બિલિયન ડોલર જ રહી ગઈ છે. ગુરુવારે બ્લોક ઈંકના શેર ૨૨ ટકા સુધી તૂટી ગયા હતા. ઉલ્લેખનીય છે કે બ્લોક કારોબારીઓ અને યૂઝર્સ માટે ચૂકવણી અને મોબાઈલ બેન્કિંગની સેવાઓ પૂરી પાડે છે.
હિંડેનબર્ગે એક રિપોર્ટ જાહેર કર્યો હતો જેમાં દાવો કરાયો હતો કે બ્લોકે પેમેન્ટ અંગે દગો કર્યો છે. યૂઝર્સ મેટ્રિક્સને વધારી-ચઢાવી રજૂ કરવાની મંજૂરી આપી. ખોટી રીતે રેવન્યૂ જનરેટ કરી. સાથે જ શેરમાં હેરફેર કરી હતી અને તેનો ભાવ ઊંચો લઈ જવાયો.
આ કંપનીના શેરોને ૭૫ ટકા ઓવરવેલ્યૂડ કરાયા છે. તેનાથી જેક ડોર્સીને ૧ અબજ ડૉલરનો નફો થયો છે. આ આરોપો અંગે કંપનીએ પ્રતિક્રિયા આપતા તમામ આરોપો ફગાવી દીધા છે. કંપનીએ કહ્યું કે અમે શોર્ટ-સેલર વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરીશું. ઉલ્લેખનીય છે કે જેક ડોર્સી ટિ્વટરના કો-ફાઉન્ડર રહી ચૂક્યા છે.
બ્લૂમબર્ગ વેલ્થ ઈન્ડેક્સનું અનુમાન છે કે ફર્મમાં તેની ભાગીદારી ૩ બિલિયન ડૉલર છે. જાેકે ઈલોન મસ્કની સોશિયલ મીડિયા કંપનીમાં તેમની સ્થિતિ ૩૮૮ મિલિયન ડૉલર છે.
નાથન એન્ડરસનની રિસર્ચ ફર્મે કહ્યું કે બ્લોકના બિઝનેસ પાછળ જાદૂ ડિરપ્ટિવ ઈનોવેશન નથી પણ ગ્રાહકો અને સરકાર સાથે દગો કરીને કમાયેલું સ્ટારડમ છે.