ખતરોં કે ખિલાડી ૧૪માં દિકરી ક્રિશ્નાના જેકી શ્રોફે વખાણ કર્યા
મુંબઈ, જેકી શ્રોફની દિકરી અને ટાઇગર શ્રોફની બહેન ક્રિશ્નાએ સ્ટંટ આધારીત રિયાલિટી શો ખતરોં કે ખિલાડીમાં ભાગ લીધો છે. આ વખતે શોની ૧૪મી સીઝન રોમાનિયામાં શૂટ થઈ રહી છે, ત્યારે ક્રિશ્ના આ શોમાં તેના ડર પર જીત મેળવી રહી છે.
હવે આ શો તેના અંતિમ પડાવમાં પહોંચી રહ્યો છે, તેનો નવો પ્રમોશનલ વીડિયો જાહેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં જેકી શ્રોફ ઉત્સાહપૂર્વક દિકરી ક્રિશ્નાને સપોર્ટ આપતા જોવા મળે છે. આ પ્રોમોમાં ક્રિશ્ના એક સ્ટંટ કરતી વખતે રમુજી રીતે ‘ભીડુ બચા’ની બૂમ પાડતી પણ જોવા મળે છે.
આ પ્રોમોમાં ક્રિશ્ના એક સ્વીમિંગ પુલમાંથી બહાર આવતી દેખાય છે. તેનો ઉત્સાહ વધારવા માટે તેના પિતાનો વીડિયો કોલ આવે છે. ક્રિશ્ના આ શોને પોતાના માટે મોટી તક ગણાવે છે. જેકી ફોનમાં તેને કહે છે, ‘તેરે કો લગતા હે કે તુને ખતરોં કે ખિલાડી મેં જાકે, સહી કામ કિયા હે? મારામાં એટલી તાકાત નથી કે જઇને હું ખતરો કે ખિલાડી કરું, મગર તેરે કો માનતા હું ભીડુ.’
ત્યારે ક્રિશ્ના તેમને કહેતી સંભળાય છે કે બધું જ સારું થશે અને કહે છે કે, “બિંદાસ ભીડુ”. જેકી શ્રોફ પણ વિશ્વાસથી કહે છે, “જય માઇ કી, ચિંતા કાઈ કી, ટેન્શન નહીં લેવાનું, ઉપરવાલા મજબૂત.”SS1MS