દિશા અને ટાઈગર અલગ થઈ જતા જેકી શ્રોફને ઝટકો લાગ્યો
મુંબઈ, ટાઈગર શ્રોફ અને દિશા પટણી બી-ટાઉનના પોપ્યુલર કપલ પૈકીના એક છે. જાેકે, મીડિયા રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, છ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ ટાઈગર અને દિશાએ બ્રેકઅપ કરી લીધું છે. દિશા અને ટાઈગરના સંબંધો છેલ્લા એક વર્ષથી ડામાડોળ થઈ રહ્યા હતા અને છેવટે તેમણે આ વર્ષની શરૂઆતમાં જ અલગ થઈ જવાનો ર્નિણય કર્યો તેમ પણ કહેવાઈ રહ્યું છે.
ટાઈગરના પિતા અને બોલિવુડ એક્ટર જેકી શ્રોફે હંમેશા દિશા પટણીને પોતાના પરિવારનો ભાગ ગણાવી છે. દિશા-ટાઈગરના બ્રેકઅપ અંગે વાત કરતાં તેમણે કહ્યું, “તેઓ હંમેશાથી સારા મિત્રો હતા અને હજી પણ છે. મેં તેમને સાથે બહાર જતાં જાેયા છે.
એવું નથી કે હું મારા દીકરાની લવલાઈફ પર ચાંપતી નજર રાખું છું (હસે છે). મને તેની પ્રાઈવસીમાં દખલગીરી કરવી ગમતી નથી અને એ છેલ્લી વસ્તુ હશે જે હું કરીશ. પરંતુ મને લાગે છે કે તેઓ ગાઢ મિત્રો છે. તેઓ કામ સિવાય પણ એકબીજા સાથે સમય પસાર કરે છે.”
જેકીનું એમ પણ માનવું છે કે, આ દિશા અને ટાઈગરની વ્યક્તિગત પસંદગી છે અને તેમને યોગ્ય લાગે તેમ કરી શકે છે. “તેઓ સાથે છે કે નહીં એ તેમનો ર્નિણય છે. તેઓ એકબીજા સાથે અનુકૂળ છે કે નહીં તે તેમના પર છે. જેમ મારી અને મારી પત્ની આયશાની લવસ્ટોરી છે તેમ તેમની છે. અમારા દિશા સાથે સારા સંબંધો છે. તેઓ સાથે ખુશ છે, મળે છે, વાતો કરે છે વગેરે વગેરે”, તેમ જેકીએ ઉમેર્યું.
દિશા અને ટાઈગરના પર્સનલ લાઈફમાં સારા સંબંધ છે જ સાથે કેટલીક ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે. ‘બાગી ૨’ (૨૦૧૮), ‘બાગી ૩’ (૨૦૨૦) જેવી ફિલ્મો અને મ્યૂઝિક વિડીયો બેફિકરા (૨૦૧૬)માં સાથે કામ કરી ચૂક્યા છે. ટાઈગરની જેમ દિશાએ પણ જેકી શ્રોફ સાથે કામ કર્યું છે.
‘રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’માં કામ કર્યું હતું. એ વખતે જેકી વિશે વાત કરતાં દિશાએ કહ્યું હતું, “તેમના જેવો સ્વેગ કોઈનામાં નથી. તેમને એનર્જીને કોઈ પહોંચી વળે તેમ નથી. તેમની સાથે સમય પસાર કરવાની મજા આવે છે. એમના સંગાથમાં તમે પણ કૂલ અનુભવો. હું સહેજ પણ કૂલ નથી પરંતુ જ્યારે તેમની સાથે હોઉં ત્યારે કૂલ અનુભવું છું. તમે અંતર્મુખી હો તો પણ ફરક નથી પડતો કારણકે મોટાભાગની વાતો એ જ કરે છે.”SS1MS