અક્ષયની ૩ ફિલ્મોના કારણે જેકીને ખોટ, રૂ.૨૫૦ કરોડનું દેવું ચૂકવવા ઓફિસ વેચી
મુંબઈ, જેકી ભગનાની અને તેમના પિતા વાસુ ભગનાનીના પૂજા એન્ટરટેઈનમેન્ટની ગણતરી બોલિવૂડના મોટા પ્રોડક્શન હાઉસમાં થાય છે. ફેબ્રુઆરી મહિનામાં એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ સાથે લગ્ન કરનારા જેકીના પ્રોડક્શન હાઉસે અનેક બિગ બજેટ ફિલ્મો બનાવી છે.
આ કંપનીએ અનેક ક્‰ મેમ્બર્સને મહેનતાણું નહીં આપ્યું હોવાના આરોપો કેટલાક દિવસ પહેલા લાગ્યા હતા. પૂજા એન્ટરટેઈનમેન્ટે કેટલાંક સ્ટાર્સને પણ ફી નહીં ચૂકવી હોવાનું કહેવાય છે. આ રિપોટ્ર્સને પ્રોડક્શન હાઉસ તરફથી કોઈ રદિયો અપાયો નથી ત્યારે વધુ એક ઘટસ્ફોટ થયો છે.
રિપોટ્ર્સ મુજબ, અક્ષય કુમારને લીડ રોલમાં રાખીને પૂજા એન્ટરટેઈનમેન્ટે બનાવેલી ત્રણ ફિલ્મો ફ્લોપ ગઈ હતી, જેના કારણે કંપનીની આર્થિક સ્થિતિ કથળી હતી. કંપની માથે રૂ.૨૫૦ કરોડનું દેવું થઈ ગયું હતું અને આ દેવું ચૂકવવા માટે મુંબઈ ખાતે આવેલી ભવ્ય ઓફિસ વેચવાની નોબત આવી છે. રિપોટ્ર્સ મુજબ, મુંબઈ ખાતે આ પ્રોડક્શન બેનરની સાત માળની ઓફિસ આવેલી છે.
આર્થિક ભારણ વધી રહ્યું હોવાથી કંપનીએ રૂ.૨૫૦ કરોડનું દેવું ભરપાઈ કરવા આ ઓફિસ એક બિલ્ડરને વેચી છે. આ ઓફિસ એક બિલ્ડરને વેચી હોવાનું કહેવાય છે. બિલ્ડર દ્વારા અહીં લક્ઝુરિયસ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે અને તેના માટે આખી બિલ્ડિંગ તોડી નાખવામાં આવશે.
બિલ્ડરનું નામ હજી જાહેર થયું નથી. રિપોટ્ર્સ મુજબ, જેકીના પિતા વાસુ ભગનાનીએ સ્ટાફમાંથી ૮૦ ટકા કર્મચારીઓની હકાલપટ્ટી કરી છે અને ઓફિસને જુહુ ખાતે બે બેડરૂમના મકાનમાં શિફ્ટ કરાઈ છે. જાન્યુઆરી ૨૦૨૪થી સ્ટાફની સંખ્યા ઘટાડવાની શરૂઆત થઈ હતી.
ટાઈગર શ્રોફ સાથે એક ફિલ્મ પ્લાન થઈ હતી અને બે વર્ષના પ્રયાસો છતાં પ્રોડક્શન હાઉસ આ ફિલ્મ શરૂ કરી શક્યું ન હતું. એપ્રિલ મહિનામાં ‘બડે મિયાં છોટે મિયાં’ના ધબડકા પછી કંપની માટે અસ્તિત્વ ટકાવવાનું અઘરું બન્યું હતું. અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફને લીડ રોલમાં રજૂ કરતી આ ફિલ્મ અંદાજે રૂ.૩૫૦ કરોડમાં બની હતી. બોક્સઓફિસ પર તેને માત્ર રૂ.૫૯.૧૭ કરોડનો બિઝનેસ મળ્યો હતો.
કંપનીની પડતીની શરૂઆત ૨૦૨૧થી થઈ હતી. કોરોના બાદના સમયમાં અક્ષય કુમારની ફિલ્મ ‘બેલબોટમ’ રિલીઝ થઈ હતી અને બોક્સઓફિસ પર ઊંછા માથે પછડાઈ હતી. ત્યારબાદ આવેલી અક્ષયની ફિલ્મ મિશન રાનીગંજ પણ ખાસ ચાલી ન હતી.
આટલું ઓછું હતું તેમ ટાઈગર શ્રોફ સાથે બનાવેલી ‘ગણપત’ પણ ઓડિયન્સે રિજેક્ટ કરી હતી. આમ ઉપરા-છાપરી ફ્લોપ ફિલ્મોના કારણે પૂજા એન્ટરટેઈનમેન્ટનો કપરો સમય શરૂ થયો હતો. વાસુ અને જેકીએ તમામ અડચણો વચ્ચે કંપનીને ટકાવવા પ્રયાસ શરૂ કર્યા છે. મિલકત વેચીને તમામ લોકોનું દેવું ભરપાઈ કર્યા બાદ તેઓ નવી ફિલ્મો બનાવવાનું વિચારી રહ્યા છે.SS1MS