મુંબઇની અગ્રણી લક્ઝરી બેન્ક્વેટ બ્રાન્ડ અમદાવાદમાં શરૂ થશે
જેડ દ્વારા નવા અધ્યાયનો પ્રારંભ: અમદાવાદમાં ‘જેડ’નું આગમન-જેડ અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની ભોજન સમારંભની સેવાઓ લાવવા તૈયાર
1 ફેબ્રુઆરી,અમદાવાદઃ દક્ષિણ મુંબઈમાં સફળતા પૂર્વક બેન્કવેટિંગનો એક્સપેરિયન્સ આપ્યા બાદ, જેડ બેન્ક્વેટ્સે અમદાવાદમાં વધુ એક પ્રીમિયમ હોસ્પિટાલિટી બ્રાન્ચની શરૂઆત કરી એક નવા અધ્યાયનો પ્રારંભ કર્યો છે. નવું બેન્કવેટ વ્યૂહરચનાત્મક રીતે એસ.જી. હાઈવેથી બોડકદેવના પોશ વિસ્તારમાં રાજપથ ક્લબની નજીક સ્થિત છે, જે તમામ વ્યાવસાયિક પ્રવૃત્તિઓ અને શહેરની સાંસ્કૃતિક ચર્ચા માટેનું મુખ્ય સ્થળ બનાવે છે.
જેડ બેન્કવેટ્સ એ ફૂડલિંક એફ એન્ડ બી હોલ્ડિંગ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનું એક વર્ટિકલ છે. આ અગ્રણી હોસ્પિટાલિટી એન્ટરપ્રાઇઝનું મુખ્ય હેડ ક્વાર્ટર મુંબઇમાં છે અને ઇશા અંબાણી, આકાશ અંબાણી, દીપિકા પાદુકોણના લગ્ન જેવી કેટલીક હાઈપ્રોફાઈલ ઇવેન્ટ્સનું સફળપૂર્વક સંચોલન કરીને જાણીતી થઇ છે.
તેના ડીએનએમાં ‘અતિથી દેવો ભવઃ’ ની પરંપરાથી પરિપૂર્ણ, જેડે ગેસ્ટ્રોનોમિક્સ વાનગીઓ અને અદભૂત સર્વિસથી આતિથ્યની કળા (આર્ટ ઓફ હોસ્પિટાલિટી)ને સંપૂર્ણ કરી છે. મૂલ્યવાન ઇવેન્ટ્સની ઉજવણી માટેનું વન સ્ટોપ ડેસ્ટિનેશન, જેડ પ્રસંગોને ભવ્ય રીત સફળ બનાવવામાં કોઈ કસર ન છોડવામાં માને છે. અદભૂત ગેસ્ટ્રોનોમિક આનંદ માટે વિવિધ સ્થળોની જગ્યાઓ સાથે, બેન્કવેટ બ્રાન્ડ પોતાની માટે એક વિશિષ્ટ સ્થાન બનાવે છે.
જેડ એ સ્થિતિ ફૂડ અને બેવરેજીની ટીમ, આધુનિક અને પરંપરાગત પાકકાળની અજાયબીઓની ચપળતાપૂર્વક વ્યવસ્થા કરે છે. તાજી સામગ્રીઓનો સુવ્યવસ્થીત રીતે ઉપયોગ કરીને ભોજન સલામત અને સુસંગત વાતાવરણમાં તૈયાર કરવામાં આવે છે. સ્વાદ અને ગુણવત્તા સાથે કોઈ સમાધાન કર્યા વિના ચોક્કસ આહાર આવશ્યકતાઓ માટે તંદુરસ્ત વિકલ્પોની વિશાળ શ્રેણી આપવામાં આવે છે. તેની વ્યાખ્યાયિત લાક્ષણિકતાઓને સાચું, જેડ આનંદકારક અનુભવ માટે કરાવે છે તે દરેકમાં ઉત્કુષ્ઠતા, કુશળતા અને પ્રામાણિકતા લાવે છે.
ફૂડલિંક એફ એન્ડ બી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રીમાન સંજય વઝીરાની એ ‘‘અમે અમારા શેફ અને અન્ય ટીમની ઝીવણવપૂર્વક પસંદગી કરી છે. તેઓ પ્રાદેશિકથી લઇને વૈશ્વિક ધોરણની વાનગીઓમાં વિવિધ સમર્થકોની સ્વાદની કળીઓને પીરસવામાં તમામની વિગતવાર કાળજી લેતા તેઓ વ્યાવસાયિક પ્રતિસાદ આપવા મૈત્રીપૂર્ણ અને સારી રીતે તાલીમબદ્ધ છે. શહેરની પાક કળાની તકોમાં વધારો કરવા માટે, ભોજન રાંધવાની તીવ્ર નિપુણતા સાથે ભોજન બનાવતી વખતે સંપૂર્ણ કાળજી લેવામાં આવે છે,”
મોટી કોર્પોરેટ ઇવેન્ટ્સ, લગ્ન પ્રસંગોનું વિશાળ રિસેપ્શન, એક્ઝિબિશન, સામાજિક મેળાવડાથી માંડીને નાના પાયે ઉજવણી સુધી, જેડ બેન્ક્વેટ્સ ગ્રાહકોની જરૂરિયાતો અનુસાર તેમને સર્વિસ પૂરી પાડે છે. એક સમયે 4000થી વધુ અતિથિઓને સમાવવાની ક્ષમતા સાથે, આ એન્ટિટી 55000 ચોરસ ફુટ વિસ્તારમાં ફેલાયેલી છે જેમાં પૂરતા પ્રમાણમાં પાર્કિંગ છે અને તે સ્થાનના દરેક ખૂણામાં ભવ્યતા દર્શાવતા 5 જુદા જુદા સ્થળોની પસંદગી છે.
આ સ્થળોમાં ત્રણ ઇનડોર બેન્કવેટ, બે આઉટડોર સ્પેસ અને મોર્ડન ટચ, ક્લાસિસ ફ્લુરિસેસ અને ઇન્ટેલિજન્ટ ડિઝાઇન સાથેનું ગ્રાન્ડ પ્રી-ફંક્શન એરિયાનો સમાવેશ થાય છે. નવા શુભારંભના પ્રસંગે નિવેદન આપતા, જેડ બેન્ક્વેટ્સના બિઝનેસ હેડ શ્રીમાન જેમોન દેવાસીએ જણાવ્યું હતું કે, “આવા પ્રકારની ખૂબ જ વિશાળ બેન્કવેટ ફેસિલિટી અને આંતરરાષ્ટ્રીય માપદંડનો અનુરૂપ સેવાઓ સાથે, જેડ અમદાવાદમાં બેન્કવેટની દુનિયામાં એક નવા યુગી શરૂઆત કરી રહ્યુ છે.
અમારી બેન્કવેટ હોસ્પિટાલિટી સેક્ટરમાં નવી અપેક્ષાઓનો આરંભ આશ્રયદાતાઓની અપેક્ષાઓથી આગળ જઇને સર્વિસ આપીને કરશે. પાકકળાની ઉત્કૃષ્ટતાથી લઈને અપરિચિત સેવા સુધી, અમે જેડ ખાતે આનંદને વધારવા અને ઉજવણીઓને યાદગાર બનાવવા માટે તૈયાર છીએ.”
જેડની શ્રૃંલખામાં તાજેતરમાં નવીનત્તમ ઉમેરો, અમદાવાદમાં બેન્કવેટના કલ્ચરમાં વૈશ્વિક કક્ષાની સુવિધાઓ અને સેવાઓથી પરિવર્તન લાવશે. “કોવિડ -19ને કારણે હાલની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને, જેડ શક્ય તેટલી રીતે અત્યંત સ્વચ્છતા જાળવવા માટે પ્રતિબદ્ધ છે.
અમે ખૂબ કાળજી પૂર્વક અમારી પૂર્વધારણાને યોગ્ય ઠેરવીએ છીએ જેથી આપણા સમર્થકોને તેમની પ્રિય ક્ષણોની ઉજવણી કરતી વખતે ચિંતા કરવાની જરૂર ન પડે. વધુમાં, અમે સુરક્ષા અને તાપમાનની ચકાસણી કરવા માટે સલામતીના ધોરણોના શ્રેષ્ઠત્તમ માપદંડ સ્થાપિત કરીએ છીએ,’ એવુ જેડ અમદાવાદના જનરલ મેનેજર શ્રીમાન યશ ઠાકોરે ઉમેર્યું હતુ.
જેડનું ભારપૂર્વક માનવુ છે કે, ભોજન લોકોને એકસાથે લાવવા માટે શક્તિશાળી ઉત્પ્રેરક હોઈ શકે છે અને ઇન્ડસ્ટ્રીઝના લિડર બનવાથી તેમની સામાજિક જવાબદારીમાં વધારો થાય છે, તેથી ફૂડલિંકને એક વર્ટિકલ રીતે નફાકારક બિઝનેસ હોવાના પગલે, તે પર્યાવરણની દ્રષ્ટિએ ટકાઉ પ્રથાઓના મુખ્ય પ્રવાહમાં રહેવાનો પ્રયત્ન કરે છે.
જેડની ખરીદી SoP, ટકાઉ ખાદ્યના સોર્સિંગની આસપાસ નક્કી આવી છે અને સ્થાનિક રીતે ઉગાડવામાં આવતા, જંતુનાશક મુક્ત ઉત્પાદનોને પ્રાધાન્ય આપે છે, સીધા જ ખેડૂતો પાસેથી. તેઓ શક્ય તેટલું બિન-જીએમઓ, કાર્બનિક, કુદરતી ઘટકોનો સ્રોત અપનાવે છે.
શેફ પણ મોસમી, ટકાઉ ખેતીવાળા કાર્બનિક મેનૂની ઓફર પણ કરે છે. કિચન રિસાયક્લિંગ અને કમ્પોસ્ટિંગ ક્ષમતાઓથી સજ્જ છે અને ટીમ ઓર્નેગિક અને બિન ઓર્ગેનિક વેસ્ટને સાવધાનીપૂર્વક અલગ- અલગ પાડે છે. આ મિલકત વીજળી બચાવવા માટે ઉર્જા – કાર્યક્ષમ લાઇટ્સ અને ઉપકરણોનો ઉપયોગ કરે છે.
આ ઉપરાંત, જેડના બ્રાન્ડ શેફ્સ માને છે કે તાજી શાકભાજીઓથી ભોજનનો સ્વાદ મેળવવા માટે તમારા કિચન ગાર્ડન પ્રત્યક્ષ રીતે પેકેજ્ડ ફૂડનો ઉપયોગ ઘટાડી શકે છે અને જેમ તેઓ જેડ મુંબઇમાં કરે છે તેવુ, તેઓ જેડ અમદાવાદમાં પણ હર્બ ગાર્ડન બનાવવાની યોજના ધરાવે છે.