જાે દેશ સે કરે પ્યાર, વો વોટિંગ સે કૈસે કરે ઈનકાર!
મત ન આપીને તમે ભારતને લોકતંત્ર બનાવી રાખવામાં તમારી ભૂમિકામાંથી ખસી જાઓ છો
(એજન્સી) :અત્યારે રાજયમાં લોક જાગરણ પર્વની ચહલપહલ જાેવા મળી છે. ભારત જેવાં શકિતશાળી લોકતંત્રની ચર્ચા વિદેશોમાં પણ થતી હોય તો ભારતમા યુવાનોમાં તેની ચર્ચા થવી સ્વાભાવિક જ છે, સ્વામી વિવેકાનંદ પણ કહયું હતું કે, ભારત દેશનું નવસર્જન કરવામાં યુવાનોને મહત્વપૂર્ણ ભુમીકા છે. આજે દેશમાં શું બદલવાનું છે. અને કઈ રીતે બદલવાનું છે તેની દેશના યુવાધનને ખબર છે. મોટા નેતાઓ અને મંત્રીઓથી પણ જે કામ નથી થતું તે કામ નવી પેઢીના યુવાનો કરી શકે તેમ છે. માત્ર અનુભવ ઘટે છે. તે અનુભવ પ્રત્યક્ષ પરીસ્થિતીમાંથી પસાર થયા વિના ન મળે.
દર વખતની જેમ આ વખતે પણ ચુંટણી પંચે યુવા મતદારોને જાગૃત કરવા અને અચુક મતદાન કરાવવાના અનેક પ્રયત્નો કર્યા. યુવાનો વચ્ચે વાત કરતા એકસપર્ટ સ્પીકરે સમજાવ્યું કે મત આપવા માટે સાથે શું શું લઈ જવું અને મતદાની પ્રક્રિયા શું હોય છે. તેમણે આગળ કહયું કે કોઈ માણસ પહેલી વખત સ્કુલે જાય પહેલી વખત ટ્રેનમાં બેસે. પહેલું વાહન ખરીદે એ તેને આજીવન યાદ રહે છે. તેજ પ્રકારે વખત કરેલું મતદાન પણ આજીવન યાદ રહેશે. તમે બધા પણ ચોકકસ મતદાન કરજાે. દેવર્ષ પ્રશ્ન કર્યા કે જાે કોઈ મત આપવા ન જાય તો તેની લોકતંત્ર પર શું અસર થાય ? તેને જવાબ આપતા એકસપર્ટ કહયું કે એક રીપોર્ટ મુજબ ર૦૧પથી ર૦ર૦ સુધીમાં ૬પ૦૦ કરોડચુંટણી પાછળ ખર્ચાયા છે. રાજયની એક ચુંટણી માટે લાખો કર્મચારીઓની મહીનાઓની મહેનત હોય છે.
આ મહેનત તેઓ કોઈ પાર્ટી માટે કરે છે. જયાં એક મતદાર છે. ત્યાં પણ વ્યવસ્થા ગોઠવે છે. કોઈપણ ચુંટણી એ લોકતંત્ર ખરેખર છે. તેની સાબીત છે. મત ન આપીએ તમે ભારતને લોકતંત્ર બનાવી રાખવામાં તમારી ભુમીકામાંથી ખસી જાઓ છો. કુમાર શાંતીથી વાત સાંભળી રહ્યો હતો. તેણે પુછયું કે, આ બધા નેતાઓ ચુંટણી સમયે જ દેખાય છે. એવા લોકો માટે અમે અમારો સમય શા માટે બગાડીએ ? તેને જવાબ આપતા એકસપર્ટ કહયું કે, જાે દેશ સે કરે પ્યાર, વો વોટીગ સે કેસે કરે ઈન્કાર.” આમ જુઓ તો તમે મતદારો પણ ચુંટણી સમયે જ મત આપવા જાઓ છો.
એ સિવાયના સમયે તમે કયારેય કોઈ બાબતમાં રસ લેતા નથી. ૯૯% લોકો તો યોગ્ય જગ્યાએ ફરીયાદ કે અરજી પહોચાડવાની પણ તસ્દી લેતા નથી. યુવાનો લોકતંત્ર કે વહીવટ બાબતે સ્પર્ધાત્મક પરીક્ષાનોની તૈયારી દરમ્યાન વાંચે છે. જયારે રાજકીય લોકો તેને ગ્રાઉન્ડ પર જઈને શીખે છે અને કરે પણ છે. તમારી પ્રતીભા એટલી છે કે તમે દેશની સ્થિતી બદલી શકો છો. આજના સમયની માગ છે કે અલગ અલગ વિષયના એકસપોર્ટ યુવાનો નેશનાલીસ્ટ એપ્રોચ કેળવે પોલીટીકસને સારાં કામો માટેનું પ્લેટફોર્મ બનાવો અને પરીવર્તન લાવો સાચા-ખોટાને પારખીને મતદાન કરતા આવડે તેવા યુવા મતદારો દેશનું ભવિષ્ય નકકી કરવામાં મહત્વપૂર્ણ ભુમીકા ભજવે છે.
મિત્રો, ચાલો સમય અનુસાર તમને એક સરસ શબ્દ શીખવું, ચુંટણી અને મતોનું વિશ્લેષણ કરી ચોકકસ નિષ્કર્મ પર પહોચનારા પોલીટીકસ એકસપર્ટને સેફોલોજીસ્ટ કહેવાય છે. તેનું એનાલીસીસ મોટું પરીવર્તન લાવી શકે છે. ભારતનાં આંગળીના વેઢે ગણાય તેટલા જ સેફોલોજીસ્ટ છે માટે ત્યાં ઉજળી તકો છે. નાનો ડેમો કરવો હોય તો આ વખતે લોકોની વચ્ચે જઈને એવું કેમ્પેઈન કરો. થોડી વાતો કરશો તો તમને ખબર પડશે કે સમાજનું માનસ કયા પ્રકારનું છે. આજના ભણેલા ગણેલા યુવાનો જાે પ્રયત્ન કરશશે. તો રાજનીતિમાં પોતાનો રસ્તો જાતે બનાવી શકશે. તમારીશ પાસે સમય છે. તમે ટેકનોલોજીનો પણ ઉપયોગ જાણો છો તો દેશને કઈ દિશામાં લઈ જવો તે સારી રીતે નકકી કરી શકાય.