Western Times News

Gujarati News

જગાણાના શ્રી નિલકંઠ મહાદેવ મંદિર ખાતે પૂજા -અર્ચના કરાઈ

(તસ્વીરઃ ભગવાનભાઈ સોની,પાલનપુર) પાલનપુર તાલુકાના જગાણા ખાતે પ્રાચીન એવું ૫૬૫ વર્ષ જૂનું નીલકંઠ મહાદેવના મંદિરે પૂજા અભિષેકનું આયોજન કરવામાં આવ્યું હતું આ નિલકંઠ મહાદેવ સંવત ૧૪૫૭ માં આ મંદિરની જગાણા ખાતે કુવા સાથે જ સ્થાપના એ સમયે કરવામાં આવી હતી

આ મંદિર ગામ કૂવા પાસે આવેલું છે ગામ લોકો દ્વારા નિલકંઠ મહાદેવનું સ્થાપન પણ કરાયું હતું આથી તો ગામનું પ્રાચીન મંદિર પણ એજ ગણાય છે. શિવલિંગ લગભગ ભગ્નાવશેષ જેવી સ્થિતિમાં છે અને અન્ય મંદિરની જેમ તે પણ જીર્ણોધ્ધાર કરવા યોગ્ય છે.

પુજા-અભિષેક મહેન્દ્રભાઈ ત્રિવેદી, કનુભાઈ દવે, નવિનભાઈ,જેવા પંડિતો દ્વારા આ વિધિ કરવામાં આવી હતી આ પ્રસંગે ઘેમરભાઈ ભોળિયા,કેશરભાઈ જુઆ,પ્રહલાદભાઈ પરમાર, ગણેશભાઈ ચૌધરી, રતીભાઈ લોહ, હરેશ ચૌધરી, મુકેશભાઈ ઠાકોર, કમલેશ ગૌસ્વામી જેવા ગ્રામજનો અને વિશાળ સંખ્યામાં શ્રાવણ મહિનાનો સોમવાર હોવાથી દર્શનાર્થીઓએ નિલકંઠ મહાદેવ મંદિરના દર્શનનો અને પ્રસાદનો લાભ લીધો હતો.પુજા વિધિ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.