કૂવામાં પડેલા આખલાને કાઢવા ફાયરબ્રિગેડ બોલાવાઈ

કાનપુર: આખલાનો આતંક ખાલી ગુજરાતમાં જ નહીં પણ દેશભરમાં છે. ત્યારે આવી જ કંઇક ઘટના ઉત્તર પ્રદેશમાં બની છે. ઉત્તરપ્રદેશના કાનપુરના ગ્રામીણ વિસ્તારમાં આવેલા જગતપુર ગામે એક આખલો ઊંડા કૂવામાં પડી જતા દોડધામ થઇ ગઇ. આ આખલો દોડતી વખતે કૂવામાં પડી ગયો હતો.
આખલાના કૂવામાં પડી રહેલા જોઇને ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. આ પછી ફાયર બ્રિગેડની ટીમ પણ મદદ માટે બોલાવાઈ. ફાયર બ્રિગેડ ટીમે પહોંચી જ્યારે ઘટના સ્થળએ પહોંચી તો તેમણે જોયું કે કૂવા ખરેખરમાં ઊંડો હતો. તેમણે તે પછી બચાવ કામગીરી શરૂ કરી.
સુરેશ નામનો ફાયરમેન નીચે ઉતરીને આખલાને દોરડાથી બાંધ્યા હતો
પહેલા એક ફાયરકર્મીએ કૂવામાં ઊતરી સ્થિતિનો તાગ મેળવ્યો. આ પછી ટ્રેક્ટર બોલાવાયા હતા. તે પછી સુરેશ નામનો ફાયરમેન નીચે ઉતરીને આખલાને દોરડાથી બાંધ્યા હતો.
અડધા કલાકની માણસો અને ટેક્ટરની ખેંચમતાણી અને ભારે મહેનત બાદ બળદને સલામત રીતે બહાર કાઢતા લોકોએ અને ફાયર વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો. બહાર નીકળ્યા પછી આખલો ચલી નહતો શકતો, કારણ કે આટલી ઊંડા કૂવામાં પડવાથી તેના પગને પણ નુક્શાન થયું હતું. આ માટે આખલાને આ પછી સારવાર માટે લઈ જવામાં આવી રહ્યો છે.
ગામના લોકોએ તેને પડતો ન જોયો હોત તો તે પડી ગયો હોય તો પણ કોઇ તેને બચાવી ન શક્યું હોત.
બળદનો જીવ બચાવતાં ગ્રામજનોએ ઉત્સાહ દર્શાવ્યો હતો. તેઓએ કહ્યું કે બળદ ઘાયલ છે, પરંતુ અપેક્ષા છે કે તે સાજો થઈ જશે. જોકે સારી વાત તો એ છે કે આ કૂવા અવાવરું છે અને તેની આસપાસ કોઇ આવતું જતું નથી. જો ગામના લોકોએ તેને પડતો ન જોયો હોત તો તે પડી ગયો હોય તો પણ કોઇ તેને બચાવી ન શક્યું હોત. કારણ કે અહીં કોઇ આવતું જતું નથી.
નોંધનીય છે કે આજે પણ અનેક ગામડામાં આવા ખુલ્લા કૂવા માણસો અને પ્રાણીઓની મોતનું કારણ બનતા હોય છે. અનેક વાર રાતના અંધારામાં મૂંગાપ્રાણીઓ આવા ખુલ્લા કૂવામાં પડી જતા હોય છે અને પછી તેમનો જીવ બચાવવો મુશ્કેલ થઇ જતો હોય છે. જો કે આ કૂવા પણ ખૂબ જ ઊંડો હતો. પણ ગામવાળાની અને ફાયર અધિકારીઓની ભારે મહેનતથી આ આખલાને નવું જીવન મળ્યું છે. આ વાતે ગ્રામજનો પણ ખુશી વ્યક્ત કરી હતી.