અમદાવાદ જગદીશ મંદિર રથયાત્રા મોટર એસોસિએશન તરફથી ઈનામ વિતરણ
અમદાવાદ, શ્રી જગદીશ મંદિર મહામંડલેશ્વર ૧૦૦૮ મહંતશ્રી દિલીપદાસજી મહારાજના આશીર્વાદ તથા મેનેજીંગ ટ્રસ્ટી મહેન્દ્રભાઈ જાના સાનિધ્યમાં તા.૭.૭.ર૦ર૪ના રોજ નીકળેલ રથયાત્રાના અનુસંધાનમાં ધાર્મિક ટ્રક સુશોભન, બાલ વેશભૂષા તથા ટ્રક શણગાર જેવી હરીફાઈના વિજેતાઓને ઈનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
શ્રી જગન્નાથ મંદિર ખાતે પ્રમુખ વિશાલ લોધાના પ્રમુખ સ્થાને અમદાવાદ શહેર મેયર પ્રતિભાબેન જૈન, જગન્નાથ મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝા તથા એન.આર. ડામોરના હસ્તે વિજેતાઓને ઈનામો આપવામાં આવ્યા હતા. બમ્પર ઈનામ સુરેશ સાઉન્ડ (ઈસનપુર)ને આપવામાં આવ્યું.
અન્ય વિજેતાઓમાં શ્રી ચેતના ડેકોરેશન (પાલડી), શ્રી નવનાથ યુવક મંડળ (ઘીકાંટા), શ્રી બી.સી. પટેલ લાઈટવાળા (ઈસનપુર), રાયખડ યુવક મંડળ (ખાનપુર), શ્રી રતનપોળ યુવક મંડળ (રતનપોળ) શ્રી વેરાઈ માતા મિત્ર મંડળ (ભંડેરીપોળ), ચંદ્રિકા યુવક મંડળ (શાહીબાગ), શ્રી વેરાઈમાતા યુવક મંડળ (ઈસનપુર), શ્રી રૂઘનાથ બાવચંદ (વાસણા), શ્રી તાજપુર યુવક મંડળ (ઈસનપુર)નો સમાવેશ થાય છે. મોટર એસોસિએશન તરફથી કુલ મળીને ૪૪ ઈનામો રાખવામાં આવ્યા જેમાંથી ૯ ઈનામો મહેન્દ્રભાઈ ઝા તરફથી આપવામાં આવ્યા હતા.