જેગુઆરે તેની પ્રથમ ઓલ-ઇલેક્ટ્રિક પર્ફોમન્સ SUV આઇ-પેસનું બુકિંગ શરૂ કર્યુ
● જેગુઆર આઇ-પેસ 90 kWh લિથીયમ બેટરીથી સજ્જ છે, તેની બે ઇલેક્ટ્રિક મોટર્સથી 400 PS ઉત્પન્ન કરે છે
● વિના મૂલ્યે 5 વર્ષનો સર્વિસ પેકેજ. 5 વર્ષનું જેગુઆર રોડસાઇડ આસિસ્સ્ટન્સ અને વધુમાં 7.4 kW AC વોલ માઉન્ટેડ ચાર્જર સ્ટાન્ડર્ડ 8 વર્ષ કે 160 000કિમી બેટરી વોરંટી ઉપરાંત પૂરું પડાશે
● ગ્રાહકો ટાટા પાવર દ્વારા ઇન્સ્ટોલ કરવામાં આવી રહેલા ‘EZ ચાર્જ’ EV ચાર્જીંગ નેટવર્કનો લાભ મેળવી શકશે, જે 23થી વધુ શહેરોમાં 200થી વધુ ચાર્જીંગ પોઇન્ટ્સ ધરાવે છે અને દેશમાં ઝડપથી વધી રહ્યા છે
મુંબઇ: જેગુઆર લેન્ડ રોવર ઇન્ડિયાએ આજે તેની ઓલ-ઇલેક્ટ્રિક પર્ફોમન્સ એસયુવી જેગુઆર આઇ-પેસનું બુકિંગ ખુલ્લુ મુક્યુ હોવાની જાહેરાત કરી છે. આ વ્હિકલમાં અદ્યતન 90 kWh લિથીયમ બેટરીથી સજ્જ છે જે તેની બે ઇલેક્ટ્રિક મોટર્સ દ્વારા 400 400 PS ઉત્પન્ન કરે છે. 90 kWh લિથીયમ બેટરી 8 વર્ષ કે 160000 kmની વોરંટી સાથે આવે છે.
વધુમાં આઇ-પેસના ગ્રાહકોને વિના મૂલ્યે 5 વર્ષના સર્વિસ પેકેજ, 5 વર્ષ જેગુઆર રોડસાઇડ આસિસ્ટન્ટ તેમજ 7.4 kW AC વોલ માઉન્ટેડ ચાર્જરોનો લાભ મળશે. ઉત્કૃષ્ટ દેખાવ રજૂ કરતા આ વ્હિકલ ફક્ત 4.8 સેકંડમાં જ 0-100 કિમીની ઝડપ પ્રાપ્ત કરે છે. આઇ-પેસ ત્રએ વેરિયાંટમાં ઓફર કરાશે જેમાં S, SE, અને HSEનો સમાવેશ થાય છે.
જેગુઆર લેન્ડ રોવર, ઇન્ડિયાના પ્રેસિડન્ટ અને મેનેજિંગ ડિરેક્ટર રોહિત સૂરીએ (President & MD JLR Rohit Suri told) જણાવ્યું હતુ કે, “અમે જેગુઆર આઇ-પેસની રજૂઆત સાથે ભારતીય માર્કેટમાં અમારી ઇલેક્ટ્રિક મુસાફરી શરૂ કરતા અત્યંત ઉત્સાહિત છીએ. કંપનીના ટકાઉ ભવિષ્યનું સર્જન કરવાના લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરતા અમે જેગુઆર અને લેન્ડ રોવર પોર્ટફોલિયોમાં ઇલેકટ્રિફાઇડ વ્હિકલ્સને બજારમાં મુકવા પ્રતિબદ્ધ છીએ.”
તેને સૌપ્રથમ વખત બજારમાં મુકવાની સાથે જ જેગુઆર આઇ-પેસે અનેક પ્રશંસાઓ પ્રાપ્ત કરી છે અને 80 જેટલા વૈશ્વિક એવોર્ડ્ઝ જીત્યા છે, જેમાં 2019માં કાર ઓફ ધ વર્લ્ડ, વર્લ્ડ કાર ડિઝાઇન ઓફ ધ યર અને વર્લ્ડ ગ્રીન કાર જેવા પ્રતિષ્ઠિત એવોર્ડનો પણ સમાવેશ થાય છે. એક સાથે ત્રણ વર્લ્ડ કાર ટાઇટલ્સ જીતનાર આ પ્રથમ કાર છે જે આઇ-પેસને ખરા અર્થમાં વૈશ્વિક EV આઇકોન બનાવે છે.
જેગુઆર લેન્ડ રોવર પોતાના ગ્રાહકોને ચિંતા-મુકત EV અનુભવ પૂરો પાડવા માટે પ્રતિબદ્ધ છે. અને તેના માટે જેગુઆર લેન્ડ રોવરે પહેલેથી આઇ-પેસના ગ્રાહકોને ઓફિસ અને હોમ ચાર્જીંગ સોલ્યુશન્સ પૂરા પાડવા માટે ટાટા પાવર સાથે જોડાણ કર્યુ છે. વધુમાં ટાટા પાવરે તેના ‘EZ ચાર્જ’ EV ચાર્જીંગ નેટવર્કના ભાગરૂપે દેશભરમાં 200થી વધુ ચાર્જીંગ પોઇન્ટ ઇન્સ્ટોલ કર્યા છે. તે હાલમાં મોલ્સ, રેસ્ટોરન્ટ્સ, ઓફિસો, રહેણાંક સંકુલો અને ધોરીમાર્ગો પર હાજરી ધરાવે છે. જેગુઆરના ગ્રાહકોને ટાટા પાવરના વિકસતા જતા ‘EZ ચાર્જ’ EV ચાર્જીંગ નેટવર્કનો લાભ મળી રહેશે.