દત્તક લીધેલા બાળકોને મળતાં જ ભેટી પડ્યા જય અને માહી

મુંબઈ, ટીવી કપલ જય ભાનુશાળી અને માહી વિજ ઘણીવાર દીકરી તારા સાથેની તસવીરો શેર કરતાં રહે છે. પરંતુ ખૂબ ઓછા લોકોને જાણ હશે કે તારાનો જન્મ થયો તે પહેલાથી જ તેઓ તેમના કેરટેકરના દત્તક લીધેલા બાળકો ખુશી અને રાજવીરના માતા-પિતા હતા. બંને કપલની સાથે જ રહેતા હતા પરંતુ કોરોના મહામારીના કારણે લાગુ થયેલા લોકડાઉન બાદ તેઓ તેમના વતન જતાં રહ્યા હતા.
આ દરમિયાન જય અને માહીએ તેમને ખૂબ મિસ કર્યા હતા. જાે કે, આખરે તેમની રાહ ખતમ થતાં બંને સાથે મુલાકાત થઈ છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતા જય ભાનુશાળી અને માહી વિજે તેમના સાથેના વીડિયો અને તસવીરો શેર કરી છે. જયે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ખુશી અને રાજવીરને લેવા માટે ગયો તેનો વીડિયો શેર કર્યો છે.
જેમાં જયને જાેતા જ રાજવીર ખુશીથી કાર પર દોડી આવે છે અને ‘દાદા’ કહીને તેને ભેટી પડે છે. એક્ટર તેમને ‘ઘણા સમય પછી મળ્યા. કેમ છો?’ તેમ પૂછતાં બંને ‘ઠીક છીએ’ તેમ કહે છે.
કોમેન્ટ કરતાં કરણવીર બોહરાએ લખ્યું છે ‘ખૂબ જ સ્વીટ ભાઈ. ભગવાન આશીર્વાદ વરસાવતા રહે’, તો માઈશા ઐયરે કોમેન્ટ કરી છે ‘ઓએમજી… ફાઈનલી’. નિશા રાવલે રેડ હાર્ટ ઈમોજી ડ્રોપ કર્યા છે. ફેન્સ પણ બાળકો સાથેના જયના પ્રેમને ‘શુદ્ધ’ ગણાવી રહ્યા છે. જય તેમને ઘરે લઈ ગયો હતો અને પત્ની માહી વિજે પણ ખુશી સાથેનો વીડિયો શેર કર્યો છે.
જેમાં બંને એકબીજાને કિસ અને હગ કરતાં જાેવા મળ્યા. વીડિયોના બેકગ્રાઉન્ડમાં ‘વાલિયાં’ સોન્ગ વાગી રહ્યું છે. આ સાથે તેણે લખ્યું છે ‘પ્રેમ ક્યારેય મરતો નથી, તે વિકસિત થતો રહે છે’. જય અને માહી ત્રણેય બાળકો- ખુશી, તારા અને જયવીરને ગેમ ઝોનમાં લઈ ગયા હતા.
જ્યાં તેઓએ ખૂબ મસ્તી કરી હતી. તેના વીડિયો પણ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કર્યો છે, જેમાં તેમનું જબરદસ્ત બોન્ડિંગ જાેવા મળ્યું. માહીએ પણ વીડિયો શેર કર્યો છે, જેમાં ખુશી અને રાજવીર તારા સાથે મસ્તી કરતાં દેખાયા. માહીએ ખુશી સાથેની એક તસવીર શેર કરીને તેને ‘જીવન’ ગણાવી છે.SS1MS