Western Times News

Gujarati News

જયદીપ આહલાવતે ‘મહારાજ’ માટે ૫ મહિનામાં ૨૬ કિલો વજન ઘટાડ્યું

મુંબઈ, એક્ટર જયદીપ આઈાવતે ‘મહારાજ’ ફિલ્મ માટે કરેલું બાડી ટ્રાન્સ્ફોર્મેશન બે દિવસથી ચર્ચામાં છે. જયદીપે આ ટ્રાન્સફોર્મેશન પહેલાં અને પછીની તસવીરો પોતાના સોશિયલ મીડિયામાં શેર કરી હતી, જેના પરથી તેની સખત મહેનતની એક ઝલક મળી શકે છે.

આ ઉપરાંત તેણે પોતાની ટ્રેઇનિંગ વખતના વીડિયો પણ શેર કર્યા હતા. જયદીપે ‘મહારાજ’ ફિલ્મ માટે ૫ મહિનામાં ૨૬ કિલો વજન ઘટાડ્યું છે. તેણે ૧૦૯.૭ કિલો વજનથી ૮૩ કિલો વજન કર્યું છે. તેણે પોતાની આ સફર દર્શાવતી તસવીરો અને વીડિયો શેર કર્યા હતા.

જયદીપે પોતાના ઇન્સ્ટાગ્રામ પર પહેલાં અને પછીની તસવીરો શેર કરતાં લખ્યું, “૫ મહિનામાં ૧૦૯.૭ કિલોથી ૮૩ કિલો. આ ‘મહારાજ’ ફિલ્મના રોલ માટેનું ફિઝિકલ ટ્રાન્સફોર્મેશન છે.

મારામાં વિશ્વાસ મુકવા માટે પ્રજ્વલ સરનો આભાર.” જયદીપના આ ટ્રાન્સ્ફર્મેશનથી પ્રભાવિત થઈને તેની ફિલ્મના ડિરેક્ટર સિદ્ધાર્થ મલ્હાત્રાએ તેની પોસ્ટ પર કમેન્ટ કરી હતી. તેણે લખ્યું,“ભાઈ, તે આ પાત્ર માટે કરેલું સમર્પણ અને તારો પૂજ્યભાવ શબ્દોમાં મુકવો અશક્ય છે. હું હંમેશા તારો આભારી રહીશ.”

જયદીપની આ પોસ્ટ પર તેના અનેક ફૅન્સની ઘણી કમેન્ટ્‌સ આવી હતી, જેમાં લોકોએ તેની મહેનત અને ડેડિકેશનના ઘણા વખાણ કર્યા હતા અને તેને પ્રેરણારૂપ ગણાવ્યો હતો.સિદ્ધાર્થ મલ્હાત્રા દ્વારા ડિરેક્ટ થયેલી ‘મહારાજ’ ફિલ્મમાં આમિર ખાનનો દિકરો જૂનૈદ ખાન પણ છે. આ ફિલ્મની વાર્તા આઝાદી પહેલાના ભારતમાં ૧૮૬૨ના મહારાજ લાએબલ કેસ પર આધારીત છે.

આ ફિલ્મ યશરાજ ફિલ્મ્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. ગયા મહિને નેટફ્લ્કિસ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન મુજબ ‘મહારાજ’ સમાજ સુધારક અને પત્રકાર કરસનદાસ મુળજીના જીવન પર આધારીત છે, તેમણે મહિલાઓના હકો અને સમાજ સુધારાનું કામ કર્યું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.