જયદીપ આહલાવતના ડાન્સે ‘તૌબા તૌબા’ની યાદ અપાવી

મુંબઈ, ટૂંક સમયમાં જયદીપ આહલાવત અને સૈફ અલી ખાનની ‘જ્વેલ થીફ – ધ હાઇસ્ટ બિગિન્સ’ ઓટીટી પર આવી રહી છે. તેમાં કુણાલ કપૂર અને નિકિતા દત્તા પણ છે. તેનું પહેલું ગીત ‘જાદુ’ રિલીઝ થયું છે, આ ગીત આવતાં જ ઇન્ટરનેટ પર છવાઈ ગયું છે, કારણ કે પહેલી વખત હાથીરામ જેવા ગંભીર રોલ માટે જાણીતો જયદીપ આઈાવત એક ‘તૌબા તૌબા’ પ્રકારના અલતારમાં જોવા મળે છે.
લોકો જયદીપનો આ અવતાર પહેલી વખત જોઈને આશ્ચર્ય સાથે ખુશ ખુશ થઈ ગયાં છે. આ વીડિયો જોઈને તેનો એફટીઆઇઆઇ દિવસોનો મિત્ર વિજય વર્ણા પણ ખુશ થઈ ગયો અને તેણે કહ્યું કે તેને ઇન્સ્ટિટ્યુટના જૂના દિવસો યાદ આવી ગયા છે.
વિજય વર્માએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં જયદીપનો વીડિયો શેર કર્યાે હતો. તે જયદીપના આ ડાન્સથી ઘણો પ્રભાવિત થયો છે. તેણે આ વીડિયો સાથે જયદીપની કોલેજની ળેશર્સ પાર્ટીની યાદો તાજી કરી હતી.
પોતાના મિત્રના વખાણ કરતા વિજયે લખ્યું, “યાર આહલાવત એફટીઆઈઆઈની ફ્રેશર્સ પાર્ટી પછી હવે છેક તારો આ ડાન્સ જોવા મળ્યો,” તેનાં પછી તેણે બે કેકના અને બે કિસના ઇમોજી પણ મુક્યાં હતાં. આ સાથે તેણે જયદીપને ટૅગ પણ કર્યાે હતો.
જ્વેલ થીફ ફિલ્મનું પહેલું ગીત થોડાં દિવસો પહેલાં જ લોંચ થયું અને તેને રાઘવ ચૈતન્ય દ્વારા ગાવામાં આવ્યું છે તેમજ ઓએએફએફ તેમજ સવેરા દ્વારા કમ્પોઝ કરવામાં આવ્યું છે. તેના લિરિક્સ કુમારે લખ્યા છે. આ ગીતમાં સૈફ અલી ખાનને પણ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યો છે, જે લૂંટનો માસ્ટરમાઇન્ડ છે.
નિકિતા દત્તા આ ફિલ્મમાં “ડ્રીમર એટ હાર્ટ” છે, તો જયદીપ “કિંગ ઓફ ક્રાઇમ” છે, જ્યારે કુણાલ કપૂર “ધ રિલેન્ટલેસ કોપ” છે. કૂકી ગુલાટી અને રોબી ગ્રેવાલની આ ફિલ્મ જયદીપ અને સૈફ મળીને આફ્રિકન રેડ સન ડાયમંડ ચોરવાની યોજના ઘડે છે.
આ ફિલ્મથી સિદ્ધાર્થ આનંદ ઓટીટી પર ડેબ્યુ કરશે. તે સૈફ સાથે લાંબા સમય પછી કામ કરી રહ્યા છે. આ પહેલાં તેઓ બંને તા રા રમ પમ અને સલામ નમસ્તેમાં સાથે કામ કરી ચૂક્યા છે. જ્વાલ થીફ હવે ૨૫ એપ્રિલે નેટફ્લિક્સ પર રિલીઝ થશે.SS1MS