જૈકીએ રામ મંદિરના પ્રાંગણ અને સીડીઓ પર સફાઈ કરી
મુંબઈ, બોલીવુડના બિડુ એટલે કે જૈકી શ્રોફનો એક વીડિયો હાલમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ થવા માટે કેટલાય સ્ટાર આમંત્રિત કર્યા છે અને ૨૨ જાન્યુઆરીની રાહ જોઈ રહ્યા છે. તો વળી આ તૈયારીઓની વચ્ચે જૈફી શ્રોફ રામ મંદિરના પ્રાંગણ અને મંદિરની સીડીને સાફ કરતા જોવા મળ્યા હતા.
વીડિયો વાયરલ થયો તો લોકોએ તેના ખૂબ વખાણ કર્યા હતા. ૬૬ વર્ષના જૈફી શ્રોફે સૌથી જુના રામ મંદિરની સફાઈ અભિયાનમાં ભાગ લીધો હતો. આ મંદિર અયોધ્યામાં નહીં પણ મુંબઈનું છે.
ભગવાન પ્રત્યે એક્ટરનો આ લગાવ જોઈ ફેન્સ તેમની સાદગીના વખાણ કરતા થાકતા નથી. હકીકતમાં જોઈએ તો, તાજેતરમાં જ જેફી શ્રોફ મુંબઈના સૌથી જુના મંદિરમાં આવ્યા હતા. જ્યાં તેમણે વર્ષો જુના રામ મંદિરની બહાર અને મંદિરની સીડીઓ સાફ કરતા જોવા મળ્યા હતા.
આ દરમ્યાન તેમની સાથે અનેક લોકો હતા. તેમ છતાં પણ જગ્ગુ દાદા હાથમાં ગ્લવ્ઝ પહેરીને સફાઈ કરવામાં લાગી ગયા હતા. સાફ-સફાઈની સાથે સાથે તેમણે ઝાડને પાણી આપ્યું હતું.
જૈકી શ્રોફના આ વીડિયોને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. એક્સ પર યુઝર્સે આ વીડિયોને ખૂબ જ લાઈક કરી રહ્યા છે. એક યુઝર્સે કમેન્ટ કરી કે, જે માણસ ઝીરોમાંથી હીરો બન્યો તે પોતાનું મહત્વ સમજે છે. બીજાએ લખ્યું કે, કેમેરાની સામે અને પાછળ સૌથી વિનમ્ર માણસ છે. એક અન્યએ લખ્યું કે, ૧ નંબર બિડુ.SS1MS