કેદીઓનો વિડીયો વાયરલ: જેલર પૈસા લઈનેેે માંગો એ સુવિધા આપે છે
DySPએ તપાસ કરતા જેલમાંથી મોબાઈલ અને તમાકુની પડીકીઓ મળી
રાજકોટ, જૂનાગઢ જીલ્લાના માંગરોળ તાલુકાની સબજેલમાં જેલર જ પૈસા લઈને મસાલા જેવી વસ્તુઓ કેદીઓને આપતો હોવાનો આક્ષેપ સાથે ે કેદીઓનો વિડીયો વાઈરલ થયો છે. જેના પગલેે જેલ વહીવટીતંત્ર દોડતુ થઈગયુ છે. આ મામલેે ડીવાયએસપી દ્વારા તપાસ કરવામાં ાવતા જેલમાંથી એક મોબાઈલ અને તમાકુની ત્રણ પડીકીઓ મળી આવી હતી.
માંગરોળ તાલુકાની સબ જેલમાં કેદી દ્વારા વાયરલ વિડીયોમાં કેદીઓના જણાવ્યા અનુસાર જેલર અને તેના મળતીયાઓ દ્વારા કેદીઓ પાસેથી પૈસા લઈનેે તેમને તમાકુ અને મસાલા સહિતની જરૂરી તમામ વસ્તુઓની સુવિધા પૂરી પાડવામાં આવે છે.
કેદીઓ માટે બહારની હોટલમાંથી ભોજન પણ આવતુ હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો. સાથે જ ભોજનની ગુણવત્તા સામે પણ સવાલો ઉઠાવવામાં આવય્ હતા. તમાકુ, મસાલા, ભોજનઠંડા પીણાથી લઈને તમામ વસ્તુઓ મળી જવાના આક્ષેેપો થયા હતા.
હોટલમાં જે છાશની થેલીના ૧૦ રૂપિયાની આવે છે તેના જેલમાં ૧૭ રૂપિયા લેવામાં આવી રહ્યા છે. અને તમાકુના એક પેક્ટના ૩૦૦ રૂપિયા લેવામાં આવી રહ્યા છે. વિડીયો વાયરલ થતાં માંગરોળ ડીવાયએસપીતેમજ પોીસ ટીમ પહોંચી તપાસ હાથ ધરી હતી અને જે કેદીએ મોબાઈલમાં વિડીયો બનાવ્યો હતો તેના પર ફરીયાદ દાખલ કરવામાં આવી હતી.
પેલુ કહેવાય છે ને કે ઉલટા ચોર કોટવાલને દંડ એ ન્યાયે વીડીયો બનાવનાર સામે ફરીયાદ નોંધવામાં આવ આ સમગ્ર બનાવ મામલે સબ જેલના જેલર તરીકે ફરજ બજાવતા ચાવડાએ જણાવ્યુ હતુ કે કેદીઓ દ્વારા કરવામાં આવેલા તમામ આક્ષેપો પાયા વિહોણા છે.
આમ, જેલરે તંત્રને ગુમરાહ કરવા આવેું નિવેદન આપ્યુ છે. અને તપાસ ચાલી રહી છે એવી મોટી મોટી વાતો કરી ધ્યાન ભટકાવ્યુ છે. જેલમાં મોબાઈલ કઈ રીતે આવ્યો તેના પર તપાસ ચાલુ છે. અને એવું બચાવ કરતા કહેવામાં આવ્યુ કે જ્યારે જેલમાં કડક કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે કેદીઓ દ્વારા આવા ઓક્ષેપો કરવામાં આવે છેે.