Western Times News

Gujarati News

પાકિસ્તાનના આતંકવાદી અડ્ડાઓ પર ભારતીય સૈનિક કાર્યવાહીની આવકારતા – જૈન આચાર્ય લોકેશજી

Ø ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી અને ત્રણે સેનાના વડાઓ અભિનંદનના પાત્ર – જૈન આચાર્ય લોકેશજી

Ø ઓપરેશન સિંદૂરની સફળતાથી દરેક ભારતીયને ગર્વ – જૈન આચાર્ય લોકેશજી

અહિંસા વિશ્વભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપકખ્યાતનામ જૈન આચાર્ય લોકેશજીએ જણાવ્યું કે પાકિસ્તાન અને પાકિસ્તાન દ્વારા અધિકૃત કાશ્મીરમાં આવેલા 9 આતંકવાદી અડ્ડાઓ પર ભારતીય સેનાએ જે દ્રઢ પગલાં લીધાં છેતે વખાણવા લાયક છે.

તેમણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી અને ત્રણે સેનાના વડાઓને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યાં. જૈન આચાર્ય લોકેશજીએ કહ્યું હતું કે 22 એપ્રિલના રોજ પહલગામમાં નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા નરાધમ આતંકવાદી હુમલામાં અનેક નિર્દોષોના જીવ ગયાં હતાઘણી બહેનોના સુહાગ ઊજળી ગયાં હતા. ભારતીય સેનાએ આ હિંસાને ન્યાય આપતા જવાબ આપ્યો છે.

આચાર્ય લોકેશજીએ જણાવ્યું કે ઓપરેશન સિંદૂરની સફળતાથી દરેક ભારતીય ગર્વ અનુભવે છે. દેશના તમામ ધર્મગુરુઓ આજે સેનાના અને દેશના નાયકોના હાથ મજબૂત કરવા માટે આતંકવાદ વિરુદ્ધ એકરૂપ છે. આચાર્યશ્રી લોકેશજી દેશના તમામ નાગરિકોને અપીલ કરી કે આ સમયે મતભેદો અને મનભેદો ભૂલીને દેશ માટે એક બનીને સેનાને અને સરકારને ભાવનાત્મક સહારો આપવાનો છે.

દેશ સર્વોપરી છે – તેથી જાતિધર્મ કે સંપ્રદાયનું ભુલાવીને આપણે આંતરિક શાંતિ જાળવી રાખવી જોઈએ. વિશ્વ શાંતિ અને પરસ્પર પ્રેમનો સંદેશ આપનાર આપણા દેશની પ્રથમ માનસિકતા અહિંસાનું માર્ગ રહી છે – પણ આપણા વિનમ્ર સ્વભાવને ભય કહો તે અનુચિત છે – આ દુનિયાને જણાવવું એ અમારી ફરજ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.