૧૦પથી અધિક જૈન સંઘોની આજે સામૂહીક રથયાત્રા
સમગ્ર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ શ્રી મહાસંઘનું આયોજન
(એજન્સી)અમદાવાદ, સમગ્ર જૈન શ્વેતાંબર મુર્તિપુજક તપાગચ્છ શ્રી મહાસંઘ દ્વારા આયોજીત રાજનગર અમદાવાદના ૧૦પ થી અધિક જૈન સંઘોની સામુહીક રથયાત્રા શ્રી લક્ષ્મી વર્ધક જૈન સંઘ શાંતિવન પાલડીથી સવારે શનીવારે સવારે ૭૪પ મીનીટે પ્રયાણ થશે અને રાજનગરના વિવિધ માર્ગો પરથી પસાર થશે. રથયાત્રામાં રાજકીય અને જૈન અગ્રણીઓ જોડાશે.
જૈન ધર્મમાં સમગ્ર વર્ષ દરમ્યાન એકવાર રથયાત્રાનું આયોજન કરવું જોઈએ તેવું કર્તવ્યરૂપે જણાવયું છે. દરેક સંઘો રથયાત્રાનું આયોજન કરતા હોય છે. છેલ્લા બે વર્ષથી સમગ્ર જૈન શ્વેતાંબર મુર્તિપુજક તપાગચ્છ શ્રી મહાસંઘ દ્વારા અમદાવાદના વધુમાં વધુ સંઘોને સાથે રાખીને સામુહીક રથયાત્રાનું આયોજન કરાય છે.
આ વર્ષે પણ ૧૦પ જેટલા જૈન સંઘો આ સામુહીક રથયાત્રામાં જોડાયા છે. સામુહીક રથયાત્રાના મુખ્ય સંયોજક બીગેનભાઈ શાહે જણાવ્યું કે, સામુહીક રથયાત્રા કારણે સંપ, સહયોગથી ભાવના અને એકતા વધે છે. એક જ દિવસે ૧૦૦થી અધિક સંઘોની સામુહીક રથયાત્રાના કારણે સામાન્ય કરતાં પણ વિશેષ પ્રમાણમાં લોકો રથયાત્રામાં જોડાય છે.
નાના બાળકો, બહેનો, યુવાનો વગેરે સામુહીક અનુષ્ઠાનમાં વિશેષરૂપી જોડાઈને પોતાનો સમય અને ભોગ આપતા હોય છે. શનીવારે નીકળનારી સામુહીક રથયાત્રાની વિશેષતા એ છે કે સમગ્ર રથયાત્રાની વિશેષતા એ છે કે સમગ્ર રથયાત્રાનું આયોજન વિવિધ સંઘના યુવાનો દ્વારા કરાયું છે. રથયાત્રા ગોઠવવી રૂટ પર ચલાવવી, ટ્રાફીકીની વ્યવસ્થા ગોઠવવી રથયાત્રામાં પધારેલા સાધુ સાધ્વીજી મ.સા.ની વૈચાવચ્ય,
ગરીબોને દાન, અબોલ, પશુઓ માટે જીવદયા, સ્વામીવાત્સલ્ય વગેરે દરેક કાર્ય વિવિધ સંઘના યુવાનો દ્વારા ઉત્સાહપુર્વક સંભાળી લેવાયું છે. પ૦૦થી પણ અધિક સાધુ સાધ્વીજી ભગવંતો નિશ્રા પ્રદાન કરશે અઅને પરમાત્માના રથયાત્રાના દર્શન થશે. પાંચ રથ, પાલખી, સંઘ શાસનને સકારાત્મક મેસેજ આપતી વિવિધ રચનાઓ રથયાત્રાની વિશેષતા છે.