Western Times News

Gujarati News

જયપુર-મુંબઈ ટ્રેન શૂટઆઉટઃ જવાને મને કસાબની યાદ અપાવી દીધી હતી

મુંબઈ, ક્રિષ્ના કુમાર શુક્લા તેમના નસીબનો આભાર માને છે. સોમવારના રોજ વહેલી સવારે જયપુર-મુંબઈ સુપર ફાસ્ટ એક્સપ્રેસના કોચ બી૫માંથી બી૬માં તેઓ ઝોકુ લેવા માટે ગયા હતા. ગોળીબારનો અવાજ થયો અને એસી કોચ અટેન્ડન્ટ જાગી ગયો હતો.

માંડ ૧૦-૧૫ ફૂટ દૂર તેણે કોચ બી૫ના પેસેજમાં RPF આસિસ્ટન્ટ સબ ઈન્સપેક્ટર ટીકારામ મીણા અને બંદુકધારી કોન્સ્ટેબલ ચેતન સિંહની લોહીલુહાણ હાલતમાં લાશ જાેઈ હતી. ક્રિષ્ના કુમાર શુક્લાએ જણાવ્યું કે, જે રીતે તે હાથમાં રાઈફલ લઈને ઊભો હતો એ જાેતા તેણે મને કસાબની યાદ અપાવી હતી.

ક્રિષ્ના કુમાર શુક્લા એ પહેલાં વ્યક્તિ હતા કે જેઓએ RPFને આ શૂટઆઉટ અંગે જાણ કરી હતી. તે એ યાત્રીઓમાંથી એકનો પરિચિત હતો કે જેને સિંહે બાદમાં ૬૨ વર્ષીય કાદર ભાનપુરવાલાને ગોળી મારી હતી. ભાનપુરવાલા મોટાભાગે મુસાફરી કરતો હતો અને તે એક સારી વ્યક્તિ હતી. તે રાજસ્થાનના ભવાની મંડીથી જયપુર મુંબઈ સુપર ફાસ્ટ ટ્રેનના બી૫ કોચમાં બેઠા હતા.

શુક્લાના જણાવ્યા મુજબ, સિંહ અને તેના ઉપરી અધિકારી મીણા એસ્કોર્ટિંગ ટીમના ભાગરુપે સુરતથી ૨.૪૫ વાગે ટ્રેનમાં ચઢ્યા હતા. ચઢ્યા બાદ તેઓ વિવાદ કરી રહ્યા હતા. હું એક આંખથી પીડિત છું અને સફાઈ કર્મચારીએ મને બેડની સાફ સફાઈ કરવામાં મદદ કરી હતી. એટલા માટે મેં તેને બી૫ કોચમાં બેડીંગ સ્ટોરેજમાં સૂવા માટે રજૂઆત કરી હતી.

જ્યારે સૂવા માટે હું બી૬માં જતો હતો. થોડા સમય બાદ શુક્લાએ અવાજ સાંભળ્યો કે જાણે કોઈ શોર્ટ સર્કિટ થયુ હોય. તપાસ કરવા માટે તે બી૫ કોચ પાસે પહોંચ્યા તો જમીન પર મીણાની લોહીલુહાણ હાલતમાં લાશ પડી હતી. તેમનો બેલ્ટ પણ તૂટી ગયો હતો. સિંહ લાશ પાસે ઉભો હતો અને તેની પીઠ મારી તરફ હતી. આ જાેઈને હું સ્તબ્ધ થઈ ગયો હતો. જ્યારે સિંહ કોચ બી૫થી થોડૌ આગળ વધ્યો એટલે મેં તરત કેટલાંક મુસાફરોની મદદ લીધી અને કોચ બી૫-૬ વચ્ચેનો દરવાજાે બંધ કરી દીધો અને બાદમાં તાળુ મારી દીધું.

આ જ કારણે અમે બચી ગયા. સફાઈ કર્મચારી બચી ગયો કારણ કે બહાર નીકળ્યો નહીં. દરવાજાના કાચમાંથી શુક્લા અને અન્ય પેસેન્જરે જાેયું કે સિંહ જ્યાં મીણાની લાશ પડી હતી ત્યાં પાછો ફર્યો હતો. થોડી વાર સુધી તે ત્યાં ઊભો રહ્યો હતો. એ પછી સિંહ ત્યાંથી બીજા કોચમાં પહોંચ્યો અને ત્રણ પેસેન્જરને ગોળી મારી દીધી હતી.

જ્યારે સિંહ પરત ગયો ત્યારે શુક્લાએ આરપીએફમાં પોતાના પરિચિત કોન્સ્ટેબલ કુલદીપ રાઠોડને ફોન કરીને શૂટઆઉટ અને મીણાની લાશ વિશે વાત કરી હતી. એ પછી રાઠોડે તરત જ કોન્સ્ટેબલ એમી અચાર્યને જાણ કરી હતી, જે આ ટ્રેનમાં જ હતા અને એસ્કોર્ટિંગ ટીમનો ભાગ હતા. જ્યારે ટ્રેન સાંજે ૬.૨૦ વાગે બોરીવલીમાં રોકાઈ એ પછી આરપીએફની વધારની ટીમ ટ્રેનમાં ચઢી હતી. એ પછી પેસેન્જર્સને રાહત મળી હતી. જ્યાં સુધી હું જીવતો છું એ ઘટનાને ક્યારેય નહીં ભૂલી શકું, એવું શુક્લાએ જણાવ્યું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.