Western Times News

Gujarati News

જૈશ અને લશ્કર ૧૫ ઓગસ્ટે આતંકી હુમલાની ફિરાકમાં: દિલ્લી પોલિસ એલર્ટ

નવીદિલ્હી, ૧૫ ઓગસ્ટે દિલ્લીમાં આયોજિત થનારી સ્વતંત્રતા દિવસની ઉજવણી પર આતંકવાદી હુમલાનુ જાેખમ તોળાઈ રહ્યુ છે. ઈન્ટેલિજન્સ બ્યુરોએ દિલ્લી પોલિસને એક રિપોર્ટ સુપરત કર્યો છે જેમાં ચેતવણી આપવામાં આવી છે કે લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકવાદી સંગઠનો સ્વતંત્રતા દિવસ પર તેમની નાપાક યોજનાઓને અંજામ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે.

તેના ૧૦ પાનાના અહેવાલમાં આઇબીએ દિલ્લી પોલિસને ચેતવણી આપી છે કે કોઈપણ સંભવિત ખતરાથી બચવા માટે ૧૫ ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ પહેલા લાલ કિલ્લામાં કડક પ્રવેશ નિયમો લાગુ કરે.

અહેવાલ મુજબ આઈબીએ દિલ્લી પોલિસને લાલ કિલ્લામાં પ્રવેશ કરતી વખતે ખૂબ જ સાવચેતી રાખવાનો નિર્દેશ આપ્યો છે. આ ઉપરાંત આઇબીના આ રિપોર્ટમાં જાપાનના ભૂતપૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે પર થયેલા હુમલા અને ઉદયપુર-અમરાવતી જેવી ઘટનાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.