જયશંકરે બ્રિટનમાં હિંદુ મંદિરો પરના હુમલા અંગે નારાજગી વ્યક્ત કરી
નવી દિલ્હી, બ્રિટનમાં છેલ્લા કેટલાક દિવસોથી હિન્દુ મંદિરો પર હુમલાના અનેક અહેવાલો સામે આવી રહ્યા છે. કેટલાક કટ્ટરપંથી જૂથો સતત હિંદુ મંદિરોને નિશાન બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને પ્રદર્શનો પણ જાેવા મળી રહ્યા છે.
હવે ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે આ અંગે બ્રિટનના વિદેશ સચિવ સાથે વાત કરી છે. આ દરમિયાન તેમણે બ્રિટનમાં હિન્દુઓ પર થઈ રહેલા હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને તમામ લોકોને સુરક્ષા આપવાની વાત કરી હતી. આ બેઠકને લઈને વિદેશ મંત્રી તરફથી એક ટ્વીટ પણ કરવામાં આવ્યું હતું.
તાજેતરના હુમલાઓને ધ્યાનમાં રાખીને તમામ હિંદુ મંદિરોમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. બર્મિંગહામના મંદિર પર વધુ એક હુમલાની શક્યતાને જાેતા અહીં સુરક્ષા વધારી દેવામાં આવી છે. વિદેશ મંત્રી એસ જયશંકરે યુકેના વિદેશ સચિવ સાથેની મુલાકાત અંગે ટ્વીટ કરીને કહ્યું, “યુકેના વિદેશ સચિવ સાથે ખૂબ સારી વાતચીત થઈ.
આ દરમિયાન તેમણે યુકેમાં રહેતા ભારતીય સમુદાયની સુરક્ષા માટે પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. આ અંગે તેમના તરફથી ખાતરી આપવામાં આવી છે. વિદેશ મંત્રીએ કહ્યું કે આ બેઠક દરમિયાન ૨૦૩૦ માટે રોડમેપ સહિત અન્ય ઘણા મહત્વના મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ હતી. આ ઉપરાંત બંને દેશોની ભાગીદારીને વધુ સુધારવા માટે પણ ચર્ચા કરવામાં આવી હતી.
બ્રિટન સિવાય કેનેડામાંથી પણ આવી ઘટનાઓ સામે આવી રહી છે, જ્યાં હિન્દુઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તાજેતરમાં ઇંગ્લેન્ડના લેસ્ટરમાં ભારે હોબાળો થયો હતો. અહીં હિંદુ મંદિરો પરથી ભગવો ધ્વજ હટાવી દેવામાં આવ્યો, ત્યારબાદ વાતાવરણ તંગ બની ગયું. હિંદુ અને મુસ્લિમ સમુદાયો વચ્ચે અથડામણ થઈ. આ સમગ્ર મામલામાં ઘણા લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી.
કહેવામાં આવ્યું કે હિંસાનું કારણ ફેક ન્યૂઝ છે, જે ઝડપથી ફેલાઈ અને લોકો અહીં એકઠા થવા લાગ્યા. આ પછી આવી જ કેટલીક ઘટનાઓ જાેવા મળી હતી. હાલમાં યુકેના બર્મિંગહામમાં આવેલા હિન્દુ મંદિરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. મંદિર પર ડ્રોન દ્વારા નજર રાખવામાં આવી રહી છે. મંદિર પર હુમલાની શક્યતાને જાેતા સુરક્ષા વધારી દેવામાં આવી છે.SS1MS