Western Times News

Gujarati News

જયશંકરે દેશના પ્રથમ PM નહેરૂની વિદેશ નીતિ પર સવાલ ઊઠાવ્યા

(એજન્સી)નવી દિલ્હી, વિદેશ મંત્રી એસ જયશંકરે દેશના પ્રથમ વડાપ્રધાનની નીતિ પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે નહેરુ મોડેલને ફેલ ગણાવતા કહ્યું કે, “નહેરુ વિકાસ મોડેલ” અનિવાર્ય રૂપે “નહેરુ વિદેશ નીતિ”ને જન્મ આપે છે અને ‘અમે તેને વિદેશમાં સુધારવા માગીએ છીએ, બિલકુલ એવી રીતે જ જેવી રીતે ઘરેલું સ્તર પર આ મોડેલના પરિણામોને સુધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. Jaishankar questions the foreign policy of the country’s first PM Nehru

નીતિ આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ અરવિંદ પનગઢિયાનું પુસ્તક ‘ધ નહેરુ ડેવલપમેન્ટ મોડલ’ના વિમોચનના અવસર પર જયશંકરે પોતાના સંબોધન દરમિયાન આ વાતો કહી હતી. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, મોડેલ અને તેની સાથે જોડાયેલી કથાએ આપણી રાજનીતિ, નોકરશાહી, આયોજન પ્રણાલી, ન્યાયતંત્ર, મીડિયા સહિત જાહેર સ્થાન અને સૌથી ઉપર શિક્ષણમાં પ્રભાવિત છે.

જયશંકરે એમ પણ કહ્યું કે, આજે રશિયા અને ચીન બંને તે સમયગાળાની આર્થિક ધારણાઓને સ્પષ્ટપણે નકારી કાઢે છે, જેનો તેમણે પ્રચાર કરવા માટે ખૂબ કામ કર્યું હતું. તેમ છતાં, આ માન્યતાઓ આપણા દેશના પ્રભાવશાળી વર્ગોમાં જીવંત જોવા મળે છે.

તેમણે કહ્યું કે, ‘ચોક્કસપણે ૨૦૧૪ બાદ અભ્યાસક્રમમાં સુધારણાની દિશામાં ખૂબ પ્રયાસો થઈ રહ્યા છે પરંતુ લેખકો સારા કારણ સાથે દાવો કરે છે કે આ હજુ પણ એક મુશ્કેલ કાર્ય છે. પોતાના સંબોધનમાં જયશંકરે કહ્યું કે, ‘નહેરુ વિકાસ મોડેલ અનિવાર્ય રૂપથી એક નહેરુની વિદેશ નીતિનું નિર્માણ કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.