મોરબી પુલ દુર્ઘટનામાં જયસુખ પટેલના વચગાળાના જામીન નામંજૂર
મોરબી, મોરબી ઝુલતા પુલ દુર્ઘટના અંગે આજે મોરબી સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. આરોપી જયસુખ પટેલની વચગાળાના જામીન માટેની અરજી સંદર્ભે સુનાવણી હાથ ધરાઈ હતી. જયસુખ પટેલે ભોગ બનનારા પરિજનોને વળતર ચૂકવવાની વ્યવસ્થા કરવા માટે જામીનની અરજી કરી હતી. મોરબી સેશન્સ કોર્ટે સુનાવણી દરમિયાન જયસુખ પટેલના જામીન ફગાવી દીધાં છે.
ગત સુનાવણી દરમિયાન બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો હાઈકોર્ટ પહોંચ્યા હતાં. તેમનું કહેવું હતું કે, તેમને ઝડપથી ન્યાય મળે. તે ઉપરાંત એવી પણ માંગ કરવામાં આવી હતી કે આ ઘટના માટે જવાબદાર લોકોને કડક સજા થવી જાેઈએ. બીજી તરફ ઓરેવા કંપનીના એમડી જયસુખ પટેલે મૃતકોના પરિવારોને પાંચ લાખ આપવાની તૈયારી દર્શાવી હતી.મોરબી બ્રિજ હોનારતનો મામલે અગાઉ ઓરેવા ગ્રુપે મૃતકોના પરિવારને ૩.૫ લાખ વળતર ચુકવવાની તૈયારી દર્શાવી છે તેમજ ઇજાગ્રસ્તને ૧ લાખ એડ હોક વળતર ચુકવવા અંગેની તૈયારી દર્શાવી છે.
જે મામલે કોર્ટે કહ્યું છે કે, શુ તમારી દષ્ટી વળતર પુરતુ અને વ્યાજબી લાગે છે? તેમજ કોર્ટે કહ્યું કે, અમને આ રકમ વ્યાજબી લાગતી નથી. જે સમગ્ર મામલે કોર્ટ મિત્ર કહ્યું કે, અસરગ્રસ્તોને વધુ વળતર મળવું જાેઇએ. ૩૦ ઓક્ટોબર ૨૦૨૨ના રોજ ગુજરાતના મોરબી શહેરમાં મચ્છુ નદી પરનો ઝુલતો પુલ તૂટી પડ્યો, જેના કારણે ૧૩૦થી વધુ લોકોનાં મોત થયા હતા. મોરબી બ્રિજ તૂટવાને લઈ આરોપી જયસુખ પટેલે કોર્ટમાં નિવેદન આપ્યું હતું કે, મોરબી બ્રિજ તૂટવાની ઘટનાનો અફસોસ છે.બ્રિજની મરામતનું કામ કરવા કોમર્શિયલ એક્ટિવિટી નો કોઈ ઈરાદો નહોતો. હેરિટેજ બચાવવા માટે કામ હાથમાં લીધું હતું. જયસુખ પટેલને રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરાયા હતાં. ત્યાર બાદ જેલ હવાલે મોકલવામાં આવ્યા હતાં. SS2.PG