જલારામ પરોઠા-અંકલ ડોનાલ્ડ પીઝાને નોટીસ ફટકારીને દંડ વસુલાયો
આ કારણસર સીલ કરી દેવાઈ પ્રહલાદનગરની ઘી ગુડ રેસ્ટોરેન્ટ
(એજન્સી)અમદાવાદ, શહેરમાં ખાણીપીણીનો વ્યવસાય કરનારા સામે કડકાઈથી કામ લેવાની કમીશ્નરની તાકીદ બાદ ફુડ વિભાગ જુદા જુદા વિસ્તારમાં ચાર રેસ્ટોરેન્ટમાં તપાસ કરી હતી અને તેમાં પ્રહલાદનગર ખાતેની ઘી ગુડ રેસ્ટોરેન્ટને સીલ મારી દીધા હતા. Ghee Good Restaurant in Prahladnagar was sealed for this reason
મ્યુનિ.ફુડ વિભાગનો હવાલો સાંભળતા એડીશનલ હેલ્થ ઓફીસર ડો.ભાવીન જોષીએ જણાવ્યું હતું કે, પ્રહલાદનગર ચાર રસ્તા પાસે આવેલી ઘી ગુડ રેસ્ટોરન્ટ સામે આવેલી ફરીયાદમાં અનુસંધાને સેવખમણી તથા મીઠી ચટણીના નમુના લઈ લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા હતા અની ઘી ગુડ રેસ્ટોરન્ટને સીલ મારવામાં આવ્યા હતા.
તદઉપરાંત મણીનગર જવાહરચોક ચાર રસ્તા પાસે જલારામ પરોઠા હાઉસમાંથી દાળ અને મન્ચ્યુરીનના નમુના લઈ એકમને કલોઝર નોટીસ ફટકારવામાં આવી હતી. આ એકમ પાસે પેસ્ટ કંટ્રોલ સર્ટીફીકેટ નથી. જયારે બોડકદેવ એસ.જી.હાઈવે ઉપર ટીજીબી પાસે આવેલા અંકલ ડોનાલ્ડ પીઝા સામે નોટીસ ફટકારીને આવેલાં અંકલ ડોનાલ્ડ પીઝા સામે નોટીસ ફટકારીને રૂ.૧પ હજાર દંડ વસુલાયો હતો.
મણીનગર જવાહર ચોક ચાર રસ્તા પાસેના રીયલ પેપરીકા સામે પણ મળેલી ફરીયાદના આધારે તપાસ કરવામાં આવી હતી. અને ગાર્લિક પેસ્ટનો નમુનો લઈ પબ્લીક હેળ્લ્થ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવાની સાથે નોટીસ ફટકારીને ૧પ હજાર રૂપિયા દંડ વસુલ કરાયો હતો.