જલારામબાપાની જન્મ જયંતિની ઉજવણી કરાઈ

(પ્રતિનિધિ) બાયડ, સમગ્ર રાજ્ય માં જલારામબાપાજી ની જન્મ જયંતિ ની ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.ત્યારે અરવલ્લી જિલ્લા ના ધનસુરા તાલુકાના હિરાખાડીકંપા,મગનપુરા કંપા ખાતે આવેલ પ્રસિધ્ધ જલારામબાપાજી ના મંદિર ખાતે જલારામ જયંતિ ની ઉજવણી કરવામાં આવી હતી.જલારામબાપાજી ની ૨૨૩ મી જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવી હતી.દર વર્ષ ની જેમ આ વર્ષે પણ જલારામબાપાજી ના મંદિરે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
જલારામબાપાજી ના મંદિર ને ભવ્ય રીતે શણગારવામાં આવ્યું હતું.સાથે આરતી,સભા કાર્યક્રમ તથા નવિન શેડની ઉછામણી, ધજા આરોહણ,રાજભોગ, ભોજન પ્રસાદ, સંતસાનિધ્ય સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા જેમાં અતિથી વિશેષશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.જેમાં આજુબાજુ ના ગામોમાંથી અને અરવલ્લી જિલ્લા માંથી હજારો લોકો ઉમટ્યા હતા.અને જલારામબાપાજી ના દર્શન નો લાભ લીધો હતો.
સાથે મહાપ્રસાદી નું પણ આયોજન કરવામાં આવ્યું હતું હજારો લોકોએ આ પ્રસાદી નો લાભ લીધો હતો.મંદિર ખાતે બે દિવસ વિવિધ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.મંદિર ના મહારાજ કિશોરદાસજી અગ્રાવત,શ્રી જલારામ માનવ સેવા ટ્રસ્ટ હિરાખાડીકંપા ના પ્રમુખ,ઉપપ્રમુખશ્રીઓ, મંત્રી શ્રી, ખજાનચી તથા કારોબારી સભ્યશ્રીઓ તથા ભક્તજનો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં હજારો ભક્તોએ ઉપસ્થિત રહી લાભ લીધો હતો અને ધન્યતા અનુભવી હતી.