આધેડ દંપતી દેવ દર્શન કરવા ગાડી લઈને નીકળ્યા અને ફેરિયા પર ગાડી ફરી વળી
જમાલપુરમાં શાક વેચતા ફેરિયાઓ ઉપર બેકાબૂ કાર ફરી વળીઃ એકનું મોત
(તસવીરઃ જયેશ મોદી) અમદાવાદના જમાલપુર વિસ્તારમાં બ્રિજ પાસે આજે સવારે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. વૃદ્ધ દંપતીને કારે અકસ્માત સર્જ્યો હતો, જેમાં એક મહિલાનું મોત નિપજ્યું છે. તેમજ બે લોકો ઈજાગ્રસ્ત થયા છે.
કારચાલકે કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. પહેલા બ્રિજની દિવાલ સાથે કાર ટકરાઈ હતી. દિવાલ સાથે ટકરાયા બાદ કારચાલકે કાબૂ ગુમાવ્યો હતો. બેકાબૂ કાર રોડની સાઈડમાં શાક વેચતા ફેરિયાઓ પર ફરી વળી હતી. પોલીસે કારચાલકની અટકાયત કરી છે. Jamalpur vegetable market accident
ર્પ્રાપ્ત માહિતી અનુસાર, આજે સવારે જમાલપુર બ્રિજ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક વૃદ્ધ દંપતીની કાર પ્રથમ બ્રિજની દીવાલ સાથે ગાડી ટકરાઈ હતી, તેના ચાલકે કારના સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. જેથી ગાડી રોડ સાઈડમાં શાકભાજી વેચતા ફેરિયાઓ પર ફરી વળી હતી. અકસ્માતમાં એક મહિલાનું સ્થળ પર જ મોત નિપજ્યું છે. તો અન્ય ૨ ઈજાગ્રસ્ત પુરુષોને સારવાર માટે ખસેડાયા છે.
અકસ્માત બાદ ગુસ્સે ભરાયેલા સ્થાનિકોએ કારમાં તોડફોડ કરી હતી. સ્થળ પર લોકટોળા એકઠા થતા પોલીસ આવી પહોંચી હતી. ચાલકે નશો કરેલ હતો કે કેમ એની તપાસ હાથ ધરાઈ છે. સાથે જ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, બ્રિજ પર ફિટ કરેલા CCTV બંધ હાલતમાં હતા. કાર ચાલકની અટકાયત કરી ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન લઇ જવાયો છે.
તપાસમાં સામે આવ્યું કે, નવરંગપુરમાં રહેતું આધેડ દંપતીની ગાડીએ આ અકસ્માત સર્જ્યો હતો. દંપતી દેવ દર્શન કરવા નીકળ્યા હતા, ત્યારે આ ઘટના બની હતી. કાર ચાલક પુરુષની ઉંમર અંદાજે ૫૫ થી ૬૦ વર્ષ આસપાસ છે.