રાજકીય અદાવતમાં જંબુસર તાલુકા પંચાયત પ્રમુખના પુત્ર પર જીવલેણ હુમલો
(પ્રતિનિધિ)ભરૂચ, જંબુસર તાલુકા પ્રમુખના પુત્ર પર રાજકીય અદાવત રાખી જીવલેણ હુમલો કરતા ઈજા પહોંચતા પ્રાથમિક સારવાર આપી વધી સારવાર અર્થે વડોદરા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.બનાવના પગલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. મળતી માહિતી અનુસાર જંબુસર તાલુકાના કાવલી ગામે રહેતા જૈમિનસિંહ અજિતસિંહ સિંધા જેવો સાંજનાં ૫ વાગ્યાના સમય ગાળા દરમ્યાન કાવલી ગામમાં આવેલ મજ્જીદ પાસે થી મોટર સાયકલ પર પસાર થતો હતો તે સમયે નમાજ પતિ હતી અને ગામના સરપંચ તેમજ સરપંચ પતિ અને ડેપ્યુટી સરપંચ મોટી સંખ્યામા લોકોનું ટોળું લઈ આવી અને બાઈક પર થી ફેંકી દઈ અને ઘસેટીને લાકડીનાં આડેધડ સપાટા મારી શરીરનાં વિવિધ અંગો પર અને માથાનાં ભાગ પર ગંભીર ઈજા પહોંચાડી હતી અને ત્યાર બાદ તેને સારવાર અર્થે જંબુસર રેફરલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અર્થે લાયા હતા પરંતુ માથાનાં ભાગ પર ગંભીર ઈજા હોવાના કારણે તેઓને ચક્કર આવતા હોવાથી વધુ સારવાર અર્થે જંબુસરથી એમ્બ્યુલન્સ દ્વારા વડોદરા સયાજી હોસ્પિટલમાં ખસેડવા મા આવ્યા હતા.ઘટનાની જાણ કાવી પોલીસને થતાં ઘટના સ્થળે આવી તપાસની તજવીજ હાથધરી હતી.
ઉલ્લેખનીય છે કે ઈજા પામનાર જૈમિનસિંહ અજિતસિંહ સિંધા જેઓની માતા અંજુબેન અજિતસિંહ સિંધા જંબુસર તાલુકા પંચાયતમા પ્રમુખ તરીકે ફરજ બજાવે છે અને ગામ પંચાયત માં ચાલતા ભ્રષ્ટાચારને લઈ પ્રમુખ દ્વારા લાલ આંખ કરાઈ હોવાથી અને તાજેતરમાં યોજાયેલ વિધાન સભાની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટી નાં પ્રચાર પ્રસાર મા વધુ રસ લીધો હોય જેને લઈ ઉશ્કેરાઈ જઈ અને ગેર કાયદેસર મંડળી બનાવી હુમલો કરી અને ઈજા પહોંચાડી હતી.