Western Times News

Gujarati News

જામ ખંભાળિયા પાલિકાના પૂર્વ પ્રમુખના પુત્રએ રિવોલવરથી આપઘાત કર્યો

પ્રતિકાત્મક

આપઘાત કરવાનું કારણ અકબંધ છે, પિતાની લાયસન્સ વાળા રિવોલવરથી આપઘાત કર્યો છે

જામ ખંભાળિય, જામ ખંભાળિયા નપાના પૂર્વ પ્રમુખના પુત્રએ આપઘાત કર્યો છે, ભાજપ નેતા પી.એમ.પતાણીના પુત્રએ આપઘાત કરી લેતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, ૨૨ વર્ષીય વિજય પતાણીએ રિવોલવરથી ઘરમાં જ આપઘાત કર્યો છે,

તો આપઘાત કરવાનું કારણ અકબંધ છે, પિતાની લાયસન્સ વાળા રિવોલવરથી આપઘાત કર્યો છે. વિજયે રિવોલવરની ગોળી ખાઇ કર્યો આપઘાત

દ્વારકાના જામ ખંભાળિયા પાલિકાના પૂર્વ પ્રમુખના પુત્રએ રિવોલવરથી આપઘાત કરી લેતા દોડધામ મચી હતી, ઘરમાં પરિવાર હતો તે દરમિયાન અચાનક ફાયરિંગ થતા પરિવારના સભ્યો દોડયા હતા અને રૂમની અંદર જોઈને જોયું તો પુત્રએ આપઘાત કરી લેતા પરિવારના સભ્યોના પગ જમીનથી સરકી ગયા હતા,

યુવાનના મૃતદેહને પી.એમ.અર્થે.હોસ્પિટલ ખસેડાયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે, સમગ્ર મામલે જામ ખંભાળિયા પોલીસે તપાસ હાથ ધરી છે. તો આપઘાત કરવા પાછળનું કારણ અકબંધ છે અને પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે,

પોલીસે માતા-પિતાના નિવેદન લીધા છે તેમજ મૃતકનો ફોન તપાસ માટે જપ્ત કર્યો છે, નાની ઉંમરમાં આપઘાત કરી લેતા અનેક તર્ક વિતર્ક સામે આવ્યા છે, તો પોલીસ આ મામલે વધુ તપાસ કરશે તો જ સામે આવશે કે કેમ આપઘાત કર્યો છે, તો પિતાની રિવોલવર પુત્ર સાથે કઈ રીતે ગઈ તે સવાલ છે, પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.