ગુજરાતના રાજ્યપાલની મુલાકાત લેતાં જમ્મુ-કાશ્મીરના સરહદી ગામના બાળકો
ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતની સીમા સુરક્ષા બળ દ્વારા આયોજિત ભારત દર્શન પ્રવાસ અંતર્ગત ગુજરાતના મહેમાન બનેલા જમ્મુ-કાશ્મીરના સીમાવર્તી ગામના બાળકોએ રાજભવન ખાતે મુલાકાત લીધી હતી.
રાજ્યપાલશ્રીએ જમ્મુ-કાશ્મીરના સરહદી ગામના બાળકો સાથે વિચાર-વિમર્શ કરી ભારતના ઈતિહાસ-સંસ્કૃતિ અને સમાજ જીવનથી પરિચિત થવા બાળકોને પ્રેરણા પૂરી પાડી જણાવ્યુ હતું કે, વ્યક્તિના સર્વાંગી વિકાસમાં શિક્ષણની ભૂમિકા અત્યંત મહત્વની છે. બાળકોએ સ્ટેચ્યુ ઑફ યુનિટી સહિત ગુજરાતના સાંસ્કૃતિક વૈભવથી પ્રભાવિત થયા હોવાનું જણાવ્યુ હતું.