Western Times News

Gujarati News

જમ્મુ સ્ટેન્ડ પાસે બસમાંથી 15 કિલો દારૂગોળો મળ્યો

જમ્મુ: ખાનગી એજન્સીઓના એલર્ટના પગલે સજાગ સેનાએ મંગળવારે સવારે જમ્મુ બસ સ્ટેન્ડ Jammu Bus Stand નજીક એક મોટી આતંકી ઘટનાને નિષ્ફળ બનાવી છે. સેનાએ તેમની તપાસ દરમિયાન જમ્મુ બસ સ્ટેન્ડ નજીક એક ઉભેલી બસમાંથી શંકાસ્પદ બેગને જપ્ત કરી છે. આ બેગમાંથી 15 કિલો દારૂગોળો મળી આવ્યો છે. આ દારૂગોળાનો ઉપયોગ એક નાના બ્લાસ્ટ માટે કરવાનો હતો.The bag full of explosives was given to the conductor of the bus in Bilawar, Kathua.

પ્રાથમીક મળેલી માહિતી પ્રમાણે આ બસ કઠુઆ જિલ્લાના બિલાવરથી જમ્મુ Bilaawar to Jammu પહોંચી હતી. આ બેગ એક વ્યક્તિએ કઠુઆના બિલાવરમાં બસ કન્ડક્ટરને આપી હતી. હવે બસ સ્ટેન્ડ પરથી મોટી માત્રામાં મળેલા દારૂગોળાની તપાસ કરવામાં આવી રહી છે.

/jammu-kashmir-heavy-explosive-found-from-bus-in-jammu-bus-stand


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.