જમ્મુતાવી સ્ટેશન પર રિડેવલપમેન્ટના કામને કારણે ગુજરાત આવતી આટલી કેટલીક ટ્રેનોને અસર થશે
ઉત્તર રેલવેના જમ્મુ તાવી સ્ટેશન પર પુનઃવિકાસ કાર્યના સંબંધમાં પ્રિ-નૉન ઇન્ટરલોકિંગ કામગીરી માટે બ્લોક ના કારણે કેટલીક ટ્રેનોને અસર થશે.જેની વિગતો નીચે મુજબ છે.
શોર્ટ ટર્મિનેશન ટ્રેનો
1. 7 થી 13 જાન્યુઆરી 2025 સુધી ગાંધીનગર કેપિટલ થી ચાલતી ટ્રેન નંબર 19223 – ગાંધીનગર કેપિટલ – જમ્મુ તાવી એક્સપ્રેસને પઠાનકોટ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે અને આ ટ્રેન પઠાનકોટ અને જમ્મુ તાવી સ્ટેશનો વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે.
2. 12 જાન્યુઆરી, 2025 ના રોજ સાબરમતી થી ચાલતી ટ્રેન નંબર 19415 સાબરમતી-શ્રી માતા વૈષ્ણો દેવી કટરા એક્સપ્રેસ ફિરોઝપુર સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે અને આ ટ્રેન ફિરોઝપુર અને શ્રી માતા વૈષ્ણો દેવી કટરા સ્ટેશન વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
3. 12 જાન્યુઆરી 2025 ના રોજ ભાવનગર ટર્મિનસથી ચાલતી ટ્રેન નંબર 19107 ભાવનગર ટર્મિનસ – શહીદ કપ્તાન તુષાર મહાજન એક્સપ્રેસ જલંધર સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે અને આ ટ્રેન જલંધર અને શહીદ કેપ્ટન તુષાર મહાજન સ્ટેશન વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે.
શોર્ટ ઓરીજીનેટ ટ્રેનો :
1. 8 થી 14 જાન્યુઆરી 2025 સુધી ટ્રેન નંબર 19224 જમ્મુ તાવી-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ પઠાનકોટ થી શોર્ટ ઓરીજીનેટ (પ્રારંભ) થશે અને આ ટ્રેન જમ્મુ તાવી અને પઠાનકોટ સ્ટેશનો વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
2. 14 જાન્યુઆરી 2025 ની ટ્રેન નંબર 19416 શ્રી માતા વૈષ્ણો દેવી કટરા – સાબરમતી એક્સપ્રેસ ફિરોઝપુરથી શોર્ટ ઓરીજીનેટ થશે અને આ ટ્રેન શ્રી માતા વૈષ્ણો દેવી કટરા અને ફિરોઝપુર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
3. 13 જાન્યુઆરી 2025 ની ટ્રેન નંબર 19108 ભાવનગર ટર્મિનસ – શહીદ કપ્તાન તુષાર મહાજન એક્સપ્રેસ જલંધરથી શોર્ટ ઓરીજીનેટ થશે અને શહીદ કપ્તાન તુષાર મહાજન અને જલંધર સ્ટેશનો વચ્ચે રીતે રદ રહેશે.
ટ્રેનોના સમય, રોકાણ અને શ્રેણી સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.