ગુજરાતના આ શહેરમાં ઈન્ડિયન એરફોર્સ દ્વારા બે દિવસીય એર શો યોજાશે
(એજન્સી)જામનગર, જામનગરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિતે બે દિવસીય અદભુત એર શા યોજાશે. જેમાં આગામી ૨૫-૨૬ જાન્યુઆરીના રોજ બપોરે ૨ઃ૧૫ વાગ્યે ખંભાળીયા હાઈવે પરના સ્વામીનારાયણ મંદિર નજીકના ગ્રાઉન્ડ ખાતે ઈન્ડિયન એરફોર્સની પ્રખ્યાત સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા એર શાનું ભવ્ય પ્રદર્શન કરાશે.
જામનગર ખાતે ઈન્ડિયન એરફોર્સ દ્વારા બે દિવસીય અદ્ભુત એર શાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા સ્ટ્રાઇકિંગ રેડ એન્ડ વ્હાઇટ હોક સ-૧૩૨ જેટ ઉડાડવામાં આવશે. જેમાં સાહસિકો દ્વારા લૂપ્સ, રોલ્સ, હેડ-ઓન ક્રોસ, બઝ અને ઇન્વર્ટેડ ફ્લાઇંગ જેવા શ્વાસ થંભાવી દેનારા એરોબેટિક દાવપેચનું પ્રદર્શન કરાશે.
હેલિક્સની રચના બનાવાશે. સૂર્યકિરણ એરોબેટિક ટીમ ની સ્થાપના વર્ષ ૧૯૯૬માં કરવામાં આવી હતી. આ ટીમ એશિયામાં એકમાત્ર નવ વિમાનોની એરોબેટિક ટીમ હોવાનું પ્રતિષ્ઠિત બિરૂદ ધરાવે છે. એસકેએટી દ્વારા ભારત સહિત ચીન, શ્રીલંકા, મ્યાનમાર, થાઇલેન્ડ, સિંગાપોર અન યુએઈ જેવા દેશોમાં ૭૦૦ કરતાં વધુ પ્રદર્શન કરવામાં આવ્યા છે.