Western Times News

Gujarati News

જામનગરમાં પ્રથમ વખત મહિલા શહેર BJP પ્રમુખ બન્યા

જામનગર, જામનગર શહેર ભાજપમાં પરિવર્તન આવ્યું છે. પ્રથમ વખત જ કોઈ મહિલાને શહેર પ્રમુખનું પદ સોંપવામાં આવ્યું હોય. શહેર ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલા કાર્યક્રમમાં બાપુભાઈ છેબલિયા, એચ.એમ.પટેલ પલવીબેન ઠાકર અને નિવૃત્ત થતા શહેર પ્રમુખ વિમલ કગથરાની ઉપસ્થિતિમાં પૂર્વ મેયર બીનાબેન કોઠારીની જામનગર શહેર ભાજપ પ્રમુખ તરીકે નિમણુક કરવામાં આવી છે. For the first time in Jamnagar, the women city becomes BJP president

બીનાબેન કોઠારી વર્તમાનમાં વોર્ડ નં.પમાં કોર્પોરેટર તરીકે બીજી ટર્મ સેવા આપી રહ્યા છે તેઓ પૂર્વ મેયર રહી ચૂકયા છે. પાર્ટી સંગઠનમાં તેમણે મહિલા મોરચાના ઉપાધ્યક્ષ અને મહામંત્રી તરીકે સેવાઓ આપી છે. બીનાબેન કોઠારીનો પરિવાર લાંબા સમયથી આરએસએસ સાથે જોડાયેલો છે. જામનગર ભાજપમાં મહિલા નેતૃત્વનો નવો અધ્યાય શરૂ થયો છે.

જિલ્લા અટલ ભવન ખાતે અનુભવી નેતા ડો. વિનુ ભંડેરીને જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. આ નિમણૂક પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપના આગેવાનો બાબુભાઈ જેબલિયા, એચ.એમ.પટેલ અને નરેશ દેસાઈ તથા જિલ્લા પંચાયતના પ્રમુખ મયબેન ગરચર, રમેશ મુંગરાની ઉપસ્થિતિમાં ડો. વિનુ ભંડેરીની જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે નિમણુંક અપાઈ છે.

ડો. વિનુ ભંડેરી ૧૯૯૦થી ભાજપ સાથે સક્રિય રીતે જોડાયેલા છે. તેઓ ત્રણ વખત જિલ્લા ભાજપના મહામંત્રી તેમજ જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે પણ સારી એવી કામગીરી કરી ચૂકયા છે. હાલમાં તેઓ ગુજરાત પ્રદેશ કારોબારી સમિતિના સભ્ય છે અને મન કી બાત કાર્યક્રમના સૌરાષ્ટ્ર વિભાગના ઈન્ચાર્જ તરીકે કાર્યરત છે.

 

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.