જામનગર સર્કિટ હાઉસમાં પ્રધાનમંત્રીએ હાલારી કઢી અને ખીચડીનો સ્વાદ માણ્યો
ગુજરાતની મુલાકાતે ત્રણ દિવસના પ્રવાસે આવેલા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જામનગરની આવી પહોંચ્યા હતાં. ત્યાં તેઓ પ્રદર્શન ગાઉન્ડ ખાતે જનસભાને સંબોધન કર્યા બાદ તેઓએ રાત્રે રોકાણ જામનગરના સર્કિટ હાઉસમાં કર્યું હતું
સામાન્ય રીતે દેશના વડાપ્રધાન રાજ્યના પાટનગરમાં જ રાજભવન માં રાત્રી રોકાણ કરતા હોય છે પરંતુ વડાપ્રધાને ખાસ કિસ્સામાં જામનગરના સર્કિટ હાઉસમાં રાત્રી રોકાણ કરીને એક જિલ્લો મથક રોકાણ કર્યાની પ્રથમ ઘટના હશે.
વડાપ્રધાનના રાત્રી રોકાણને લઇ ત્રણ સ્તરમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. નરેન્દ્રભાઈ મોદીએ રાજાશાહી સમયના મહેલ સમાન સર્કિટ હાઉસ ખાતે રૂમ એકમાં રાત્રી રોકાણ કરેલ હતું તેઓ સર્કિટ હાઉસમાં રાત્રી ભોજન કાઠીયાવાડી લીધું હોવાનું જાણવા મળે છે ખાસ કરીને હાલારી કઢી અને ખીચડી ભોજનમાં સ્વાદ માણ્યો હતી.
આમ જોઈએ તો સર્કિટ હાઉસ ખાતે માત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જ રાત્રી રોકાણ કરેલ હતુઁ અને સવારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પટેલ બંને સર્કિટ હાઉસ પહોંચી ગયા હતા ત્યાંથી આ ત્રણેય મહાનુભાવો ખાસ હેલિકોપ્ટર મારફત જામનગરના એરપોર્ટ થી જામકંડોણા જવા રવાના થયા હતા.
એરપોર્ટ ખાતે જામનગર શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરાની આગેવાની હેઠળ મહાનગરના 1 થી 16 વોર્ડના પ્રમુખો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. સાથે સાથે તેઓ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પણ મળ્યા હતા.
ત્યારબાદ સર્કિટ હાઉસમાં રાત્રી રોકાણ દરમિયાન બંધબારણે રાજકીય આગેવાનોને બંધ બારણે મળ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે તેમાંય જામનગર શહેર અને જિલ્લાની વિધાનસભાની બેઠકોની ચૂંટણીની પહેલા તેમની આ મુલાકાત દરમિયાન રાજકીય આગેવાનો સાથે ચર્ચા કરી હોવાનું જાણવા મળેલ છે જોકે આ વાતને કોઈ સતાવાર સમર્થન મળતું નથી.