ત્રણ શખ્સો ભત્રીજા અને કાકા પર છરી લઈ તૂટી પડ્યાં, એકનું મોત
બનાવની જાણ થતા એલસીબી તથા સિક્કા પોલીસ બનાવના સ્થળે દોડી જઈ સઘળી હકીકત મેળવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો
જામનગર, જામનગર નજીકના ગોરધનપર ગામના પાટીયા પાસે હોટલમાં જમવાનો ઓર્ડર આપવા બાબતે માથાકૂટ થઈ હતી. આ ઝગડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બે ભાઈઓ અને કાકા ઉપર અજાણ્યા ત્રણ શખ્સોએ તિક્ષણ હથીયાર વડે હુમલો કર્યો હતો. જેથી એક ભત્રીજાનું મોત થયું છે. જ્યારે અન્ય ભત્રીજા અને કાકા ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
પોલીસ ચોપડેથી જાણવા મળતી વિગત મુજબ જામનગર નજીકના ગોરધનપરના પાટીયા પાસે હોટલમાં ફરિયાદી દેવદાસ રાજાણી અને તેનો ભાઈ જમવા ગયા હતા. તે હોટલમાં અગાઉથી ત્રણ શખ્સો જમવા માટે બેઠેલા હતા. ત્યારે જમવાના ઓર્ડર આપવા ખીમરાજ રાજાણી અને સામાવાળા શખ્સો સાથે બોલાચાલી તથા ગાળા-ગાળી થઈ હતી.
જે મામલો ઉગ્ર બનતા ઝપાઝપી થઈ હતી. તે દરમિયાન સામાવાળા એક શખ્સે ખીમરાજને પકડી રાખ્યો હતો અને અન્ય બે શખ્સોએ આડેધડ છરીઓના ઉપરા-ઉપરી ઘા ઝીંકી દેતા લોહીલુહાણ હાલતમાં ઢરી પડ્યો હતો.
આ ઝગડા દરમિયાન પોતાના ભાઈને છોડાવવા વચ્ચે પડેલા દેવદાસ રાજાણી અને ભરત રાજાણીને પણ છરીઓના ઘા મારી દેતા તેઓ પણ લોહીલુહાણ થઈ ગયા હતા. જેથી તમામને ૧૦૮ મારફત જામનગરની જી.જી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતા.
જ્યાં ખીમરાજ રાજાણીને સારવાર મળે તે પહેલા જ તેનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો. બનાવની જાણ થતા તથા સિક્કા પોલીસ બનાવના સ્થળે દોડી જઈ સઘળી હકીકત મેળવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે અર્ટીકાકાર ચાલક સહિત ત્રણ અજાણ્યા શખ્સો સામે ૈંઁગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.