Western Times News

Gujarati News

જામનગરમાં રોગચાળો વકર્યો -જી.જી. હોસ્પિટલમાં દર્દીઓની ભારે ભીડ

જામનગર, જામનગરમાં ઠંડી, ગરમી એમ મિશ્ર ઋતુના કારણે વાયરલ તાવ, શરદી અને ઉધરસના કેસ વધતા બાળકોમાં વધુ અસર જોવા મળળી રહી છે. જી.જી. હોસ્પિટલના પીડીયાટ્રીક વિભાગમાં નવ વોર્ડ છે. તેમાં દૈનિક ૧પ૦થી ર૦૦ બાળકો તાવ, શરદી અને ઉધરસની સારવાર માટે આવતાં તેમાંથી કેટલાક બાળળકોને દાખલ કરવા પડે છે.

હાલ બાળકોના વોર્ડમાં બેડ ભરાઈ ગયા છે. નોર્મલ ૪થીપ દિવસની સારવાર બાદ બાળક સ્વસ્થ થાય છે. તેમાં પણ મોટા ભાગના બે વર્ષથી નાની ઉંમરના બાળકોમાં વધુ અસર જોવા મળે છે. તો મેડીસીન વિભાગમાં દૈનિક ૧૦૦થી ૧રપ જેટલા લોકોની ઓપીડી હોય છે. જેમાં મોટા ભાગના દર્દીઓને અસર જ જોવા મળે છે. માત્ર ૧૦ થી૧પ જેટલા લોકોને જ સારવાર માટે દાખલ કરવાની જરૂર પડે છે.

મીશ્ર ઋતુના કારણે હાલની સીઝનમાં બાળકોમાં વાયરલ તાવ, શરદી, અને ઉધરસના કેસ વધુ રહે છે. જેથી વાલીઓએ બાળકોને ભીડભાડવાળી પ્રદુષણવાળી જગ્યાના ન લઈ જવા, મસ્ક પહેરાવીને રાખવું, સારો ખોરાક આપવો, જેથી બાળક સ્વસ્થ અને તંદુરસ્ત રહે તેમ પીડીયાટ્રીક વિભાગના તબીબોને જણાવાયું છે.

મિશ્ર ઋતુના કારણે તાવ,શરદી અને ઉધરસને બાળકોની ઝડપથી અસર થતી હોય છે. તેથી વાલીઓએ પોતાના બાળકને પ્રથમ સ્ટેજમાં બાળકોના ડોકટરને બતાવીને સારવાર કરાવી લેવી જોઈએ. જો તેમાં બેદરકારી રાખે તો બાળકોને શ્વાસમાં તકલીફ પડતી હોય છે. તેમ પણ ડોકટરે ઉમેયું હતું.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.