Western Times News

Gujarati News

જામનગરમાં એક દિવસ વેપાર-ધંધા બંધ રાખી સુરક્ષિત સ્થળે રહેવાની અપીલ

ઓદ્યોગિક એકમો સહિત એવી તમામ બિલ્ડીંગમાં જનરેટર/ ઈન્વર્ટર જેવા ઉપકરણોનો ઉપયોગ ન કરવા અપીલ કરાઈ છે

જામનગર, ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ જોવા મળી રહી છે. બંને દેશો વચ્ચે ડ્રોન દ્વારા હુમલા કરવામાં આવી રહ્યા છે. ત્યારે ગુજરાત પણ હાઈ એલર્ટ પર છે. રાજ્યના સરહદી વિસ્તારોમાં સરકારે હાઈ એલર્ટ જાહેર કર્યું છે.

જામનગરમાં પણ ઈમર્જન્સીની સ્થિતિ છે, ત્યારે ત્યારે કલેક્ટર કેતન ઠક્કર સાવચેતીના પગલાં રૂપે લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે.

જામગરના કલેક્ટર કેતન ઠક્કરે જણાવ્યું છે કે, ‘તમામ નાગરિકોએ સુરક્ષિત સ્થળોએ ખસી જવું અને આજનો દિવસ વેપારીઓએ વેપાર અને ધંધા બંધ રાખવા. જિલ્લા વહીવટી તંત્ર તમામ પ્રકારના પડકારને પહોંચી વળવા સક્ષમ છે. તેમજ તમામ તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે.’

કલેક્ટર કેતન ઠક્કરે જણાવ્યું હતું કે, ‘જામનગર જિલ્લામાં શનિવારે (૧૦મી મે) રાત્રે ૮ વાગ્યાથી રવિવારે (૧૧મી મે) સવારે ૬ વાગ્યા સુધીના સમય દરમિયાન બ્લેકઆઉટ રહેશે.

આ સમય દરમિયાન સમગ્ર જિલ્લામાં તમામ લોકોએ વીજ ઉપકરણો સંપૂર્ણપણે બંધ રાખવા તથા જે રહેણાંક વિસ્તારો, ઓદ્યોગિક એકમો સહિત એવી તમામ બિલ્ડીંગમાં જનરેટર/ ઈન્વર્ટર જેવા ઉપકરણોનો ઉપયોગ ન કરવા અપીલ કરાઈ છે.’

જામનગર ટાઉન હોલ વિસ્તારમાં બપોરે ૨.૧૫ વાગ્યે સાઇરન વગાડવામાં આવ્યું હતું. શહેરમાં સાઇરન વાગતા લોકોને સલામત સ્થળે ખસી જવા વહીવટી તંત્ર દ્વારા સૂચન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત નાગરિકોને જાહેર સ્થળોએ ન ફરવા માટે આશ્રય લેવાની સલાહ આપવામાં આવે છે. કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટીતંત્ર તૈયાર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.