જામનગરના કુખ્યાત ભુમાફીયાના ભાઈ વિરૂધ્ધ ફરીયાદ બાદ ધરપકડ
જામનગરમાં રૂ.પ કરોડની જમીન પચાવી પાડનાર ભુમાફિયાના ભાઈની ધરપકડ-કોમન પ્લોટમાં બે શેડ ઉભા કરી રહેવાસીઓને ધમકાવ્યા હતા
જામનગર, મયુર ટાઉનશીપ વિસ્તારમાં રૂ.પ કરોડની કિમતા કોમન પ્લોટમાં કબજો જમાવી બે શેડ ઉભા કરી નાખી રહેવાસીઓની ધમકાવનાર જામનગરના કુખ્યાત ભુમાફીયાઓ ભાઈ વિરૂધ્ધ ફરીયાદ નોધાવવામાં આવતા પોલીસે લેન્ડ ગ્રેબીગ એકટ હેઠળ ગુનો નોધી ધરપકડ કરી હતી.
આ અંગેની વિગત એવી છેકે, મયુર ટાઉનશીપમાં જામનગરના કુખ્યાત ભુમાફીયા જયેશ પટેલના ભાઈ ધર્મેશ રાણપરીયાએ રૂ.પ.૧૯ કરોડની કિમતના કોમન પ્લોટમાં કબજો જમાવી દઈ બે શેડ ઉભા કરી કમ્પાઉન્ડ વોલબનાવી નાખી હતી અને આ અંગે રહેવાસીઓ દ્વારા વિરોધ કરવામાં આવતા ધર્મેશ રાણપરીયા દ્વારા જયેશ પટેલનો ભાઈ હોવાની ધમકી આપી હેરાન કરતો હતો.
તેમજ જગદીશભાઈ રામોલીયાના ખુબ જ હેરાન કરવામાં આવતા હોય મકાન વેચી નાખ્યું હતું. આ બનાવ અંગે અગાઉ મયુર ટાઉનશીપમાં રહેતા અને હાલમાં રણજીત સાગર રોરડ પર રઘુવીરપાર્ક સોસાયટીમાં રહેતા જગદીશભાઈ રમેશભાઈ રાખોલયાના કલેકટરમાં ફરીયાદ કરી હતી.
અને બાદમાં કલેકટરના આદેશ બાદ પોલીસે ધર્મેશ મુળજી રાણપરીયા વિરૂધ્ધ લેન્ડ ગ્રેબીગ એકટ હેઠળ ગુનો નોધ્યો હતો. અને પોલીસે આ કોમન પ્લોટમાં દરોડો પાડયો હતો. અને તપાસ કરતા બે શેડમાં વૈભવી મકાન ઉભા કરી દીધા હતા અને ગેરકાયદે વીજપુરવઠા મેળવી ઈલે.ઉપકરણો ચલાવવામાં આવતા હતા. પોલીસે ધર્મેશ મુળજી રાણપરીયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.