રીવરફ્રન્ટ, બાંધકામ નિયમ સહિતના પ્રશ્ને મુખ્યમંત્રીને રજૂઆત કરતા જામનગર મનપાના પદાધિકારીઓ

AI Image
જામનગર શહેર વિસ્તારમા પેરીફરીમાં રિલાયન્સ જી.એસ.એફ.સી. પેરેલ રીગ રોડની જરૂરીયાત છે.
જામનગર, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતે રાજયની તમામ મહાનગરપાલિકાના પદાધિકારીઓ સાથે શહેરીપ્રશ્નો અંગે અગત્યની બેઠક યોજી હતી. આ બેઠકમાં જામનગર મહાનગરપાલિકાના મેયર વિનોદ ખીમસુર્યા ડે.મેયર કિષ્નાબેન સોઢા સ્ટેન્ડીગ કમીટીના ચેરમેન નીલેષ ખીમસુર્યા, ડે.મેયર કિષબેન સોઢા, સ્ટેન્ડીગ કમીટીના ચેરરમેન નિલેષ કગથરા શાસક પક્ષના નેતા આશીષ જોષી અને દંડક કેતન નાખવા ઉપસ્થિત રહયા હતા.
મુખ્યમંત્રીએ જામનગરના પદાધિકારીઓએ વિવિધ રજુઆઅત કરી હતી. જામનગર શહેર વિસ્તારમા પેરીફરીમાં રિલાયન્સ જી.એસ.એફ.સી. પેરેલ રીગ રોડની જરૂરીયાત છે. રાવલસર સરમતથી દરેડ સુધી ૯૦ મીટર ડી.પી.રોડ ડેવલોપ કરવા અંદાજીત લંબાઈ ૧૪ કિલોમીટરર અને પહોળાઈ ૬૦ મીટર થાય છે.
જામનગર શહેર ટ્રાફીક સમસ્યાને ધ્યાને લેતા આ રીગ રોડ કરવો જરૂરી છે. હાલે રીગ રોડની કામગીરી ત્રણ અલગ અલગ સરકારી વિભાગો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.
જે પૈકી અલગ અલગ પોર્સનમાં કામગીરી માર્ગ અને મકાન વિભાગ ગુજરાત મેરીટાઈમ બોર્ડ તેમજ જામનગર મહાનગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવે છે. ત્રણેય સરકારી વિભાગોને આ બાબતે જરૂરી સુચના આપી તાત્કાકલીક કામગીરી પુર્ણ થાય તે અંગે રજુઆત કરવામાં આવી હતી. ત્રણેય વિભાગોનું સંકલન કરી એકસાથે ગ્રાન્ટ ફાળવી સળંગ કામ થાય તો રીગ રોડનો લાભ શહેરીજનોને તથા જામનગર આવતા લોકોને વહેલો મળી શકે તેમ છે.
રિવરફ્રન્ટ પ્રોજેકટને તાત્કાલીક મંજુરી આપવા તેમજ આગામી ચોમાસાની સીઝનને ધ્યાને લઈ નદીની મુળ સ્થિતી પહોળાઈ લંબાઈમાં ખોદાણ માટેની ગ્રાંટ વહેલી તકે રીલીઝ કરવા રજુઆત કરવામાં આવી હતી.
જામનગર શહેરમાં જી.આઈ.ડીસી. ફેસ-ર અને ૩માં મુખ્ય બી.યુ. પરમીશન જી.આઈ.ડી.સી. વિભાગ દ્વારા આપવામાં આવે છે. જેના હિસાબે ઘણો વિલંબ થતો હોય, આ વિસ્તાર જામનગર મહાનગરપાલિકાની હદ વિસ્તારમાં આવી ગયો અઅને તેઓ સાથે એસ.વી.પી. અને એમો.યુ. થયા છે. આ અંગે જામનગર મહાનગરપાલિકાને સદરહુ વિસ્તારમાં બી.યુ.પરમીશન આપવા અંગે રજુઆત કરવામાં આવી હતી.
હાલ મહાનગરપાલિકા અને જીઆઈડીસીના બાંધકામ અને વપરાશ પરવાનગીના નિયમમાં કેટલીક વિસંગતતા હોય અને બંને એજન્સીના અધિકારી દ્વારા અમુક નિયમનું અર્થઘટન અલગ થતું હોવાથી વપરાશકારોને મુશ્કેલી પડે છે. જુના જામનગર જીડીસીઆરની અંદર પુરાતત્વ વિભાગની જે મંજૂરી લેવી પડે છે. તેમાં વહીવટી પ્રક્રિયામાં વિલંબ થતો હોય આ બાબતે લોકલ ઓથોરીટીને સત્તા આપી મંજુરી આપવામાં આવે તે અંગે પણ રજુઆત કરવામાં આવી હતી.
જીડીસીબારના નિયમોમાં ફેરફારની માંગણી કરવામાં આવી જેમાં, ૧પ૦ મી.મી.થી નાના મકાનો છે. તેમાં રોડની પહોળાઈ હિસાબે હાઈટનો પ્રશ્ન રહેરતો હોય સેટબેક મુકવો પડે છે.ત ેમાં પણ જુના જામનગરની અંદરર જે મકાનો છે. તેમાં પણ અન્ય મહાનગરમાં જે પ્રકારે જોગવાઈ કરવામાં આવી છે.
તેની જામનગર મહાનગરમાં અમલવારી થાય તે માટે જીડીસીઆરમાં જરૂરી સુધારો કરવા અંગે રજુઆત કરવામાં આવી હતી. હાલ સેટબેકના નિયમને કારણે જુના જામનગરમાંથી અસંખ્ય લોકો અન્ય વિસ્તારમાં રહેવા જતા રહયા છે.
હજુ આ પરીસ્થિતી ચાલુ હોય જુના જામનગરની રોનક ઝાંખી પડી રહી છે. ખાસ કરીને મંદીરોના પુજારી, સેવકો અને અનુયાયીઓ તેમજ બહારથી આવતા સાધુ-સંતો માટે દિવસે-દિવસે મુશ્કેલી વધી રહી છે. જો જુના બિલ્ડીગનું તેની મુળ જગ્યામાં જુના પ્રમાણે બાંધકામ કરવા દેવામાં આવે તો લોકોનું સ્થળાંતર થતું અટકી જશે. સ્ટેન્ડીગ કમીટીના ચેરમેન નિલેષ કગથરાએ જણાવ્યું હતુંકે, મુખ્યમંત્રીએ તમામ પ્રશ્ને વહેલાસર ઉકેલ માટેની ખાતરી આપી હકારાત્મક અભીગમ વ્યકત કર્યો હતો.