સિંહ પરિવારનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
જૂનાગઢ, જૂનાગઢમાં શહેરી વિસ્તારમાં અનેક વખત સિંહ પરિવાર આવી ચડે છે. વન વિભાગના આ વિસ્તારોમાં રહેતો સિંહ પરિવાર ભવનાથ રાજીવ નગર અને શહેરના જુદા જુદા વિસ્તારોમાં અનેક વખત જોવા મળે છે.
ત્યારે આ પરિસ્થિતિમાં કોઈ સિંહને અથવા વન્ય પ્રાણીને રંજાડ ન થાય તે માટે વન વિભાગ દ્વારા સુરક્ષિત રીતે ફરીથી આ સિંહ પરિવાર સહિતના વન્ય પ્રાણીઓને જંગલમાં પરત મોકલવા માટે કવાયત હાથ ધરવામાં આવે છે.
મોડી રાત્રીના સમયે એક વાયરલ થયેલો વિડિયો સામે આવ્યો છે, જેમાં ભવનાથ જતા રસ્તા પર પાજનાકા પુલ વિસ્તાર આવે છે અને આ વિસ્તાર પરથી સિંહ પરિવારનો વાયરલ થયેલો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ ધૂમ મચાવી રહ્યો છે. ભવનાથ સહિત અનેક વિસ્તારોમાં આ સિંહ પરિવાર જોવા મળે છે. આ દૃશ્ય કોઈ પ્રથમ વખત નથી બન્યું કે, સિંહ પરિવાર રહેણાંક વિસ્તારમાં આવી ચડ્યા હોય.
ભવનાથના અશોક શિલાલેખ વિસ્તાર પાસે અને પાંજનાકા પુલ વિસ્તાર પાસે અવારનવાર સિંહ પરિવાર જોવા મળ્યો છે. મોડી રાત્રીએ સિંહ પરિવાર રહેણાંક વિસ્તારમાં પહોંચ્યા હતા, તે વાતનો વન વિભાગને ખ્યાલ આવતા તરત જ આ સિંહ પરિવારને જંગલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.
સિંહ પરિવારને કોઈ પ્રકારની તકલીફ ન પડે અને તેમને કોઈ રંજાળ ન થાય તે માટે તેમને જંગલમાં વન વિભાગ દ્વારા ખસેડવામાં આવ્યા હતા.SS1MS