Jamnagar : જુના મકાનની છત ધરાશાયી થતા ત્રણ લોકો દબાયા
જામનગર, જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં ગઈકાલે રાત્રે એક જૂના મકાનની છત અને મોટાભાગનો જર્જરિત ભાગ ધરાસાઈ થયો હતો. આ ઘટનામાં ત્રણ લોકોને ઈજાગ્રસ્ત થતા તાત્કાલિક ફાયર બ્રિગેડ દ્વારા રિસ્ક્યુ કરી સારવાર માટે ખસેડાયા છે.
જામનગર શહેરમાં જૂના જર્જરીત મકાનો ચોમાસામાં નહીં પરંતુ શિયાળા અને ઉનાળા વચ્ચેની મિશ્ર ઋતુમાં ધરાસાઈ થવાની ઘટના બની છે. Jamnagar: Three people were crushed when the roof of an old building collapsed
જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં જૂની પંચાયત ઓફિસ નજીક હનુમાન ચોક વિસ્તારમાં એક ૩૦-૩૫ વર્ષ જૂના મકાનની છત અને મોટાભાગનો જર્જરીત ભાગ ધરાશાય થયો હતો. અચાનક જ જુના મકાન જર્જરિત હાલતમાં હોવાથી ધરાસાઈ થવાની ઘટનામાં ત્રણ લોકો ઘરમાં હતા જે દબાયા હતા.
ધડાકાભેર મકાનના છત ધરાસાઈ થવાના પગલે આસપાસના લોકો અને રાહદારીઓ એકત્ર થઈ ગયા હતા અને તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરાતા જામનગર ફાયર બ્રિગેડનો કાફલો અને એસ્ટેટ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.
ત્યારબાદ મકાનના છતના ધરાસાઈ થવાથી કાટમાળ નીચે ફસાયેલા બે મહિલા અને એક પુરુષને તાત્કાલિક રેસ્ક્યુ કરી સ્થાનિક લોકો અને ફાયર બ્રિગેડના કાફલા દ્વારા બહાર કાઢી ઇજાગ્રસ્ત હાલતમાં સરકારી ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા.SS1MS